Jigra : જીગરા | આલિયા ભટ્ટ ફિલ્મ જીગરા, સાસુ નીતુ કપૂરએ મૂકી આવી સ્ટોરી
Jigra : જીગરામાં 'ફૂલોં કા તારોં કા સબકા કહેના હૈ એક હજારોં મેં મેરી બેહના હૈ' ગીત 'હરે રામા હરે કૃષ્ણ' ફિલ્મનું લેવામાં આવ્યું છે. આ ગીત આરડી બર્મન દ્વારા રચવામાં આવ્યું હતું અને આરડી બર્મન અને આનંદ બક્ષીએ લખેલા ગીતો સાથે કિશોર કુમાર દ્વારા ગવાયું હતું. જીગરા ફિલ્મ 10 ઓક્ટોબર 2024 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાની ફિલ્મ જીગરાની રિલીઝ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. એકટ્રેસ એક્શન થ્રિલર આ ફિલ્મમાં વેદાંગ રૈના સાથે જોવા મળશે. તાજતેરમાં જ કેટલાક પોસ્ટર અને ટીઝર ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યા હતા.
આલિયા ભટ્ટની આ ફિલ્મ માટે તેના સંબંધીઓ અને પરિવાર તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. હવે જીગરા ફિલ્મને લઈને આલિયાની સાસુ નીતુ કપૂરે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર આલિયાને ટેકો આપ્યો છે અને તેની ફિલ્મ વિશે સ્ટોરી મૂકી હતી.
નીતુ કપૂરે આજે 10 સપ્ટેમ્બર, 2024 ના રોજ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર જીગ્રામાંથી આલિયા ભટ્ટનું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં આલિયા કેમેરા તરફ જોતી વખતે ખૂબ જ ભાવુક દેખાઈ રહી છે. નીતુએ તેની ઇન્સ્ટા સ્ટોરીની બેકગ્રાઉંન્ડમાં ફિલ્મનું સંગીત પણ મૂક્યું છે.
જીગ્રાનું 2 મિનિટ 49 સેકન્ડનું ટીઝર ટ્રેલર અદ્ભુત છે. જીગરામાં આલિયા સત્યાના રોલમાં બહેનની ભૂમિકામાં જોવા મળશે અને વેદાંગ રૈના અંકુરના રોલમાં ભાઈની ભૂમિકામાં જોવા મળશે. સત્યા તેના ભાઈને જેલમાંથી મુક્ત કરવા મનોજ પાહવાના પાત્રની મદદ લે છે. ટીઝર ટ્રેલરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ફિલ્મ એક્શનથી ભરપૂર અને ઈમોશનલ હશે.
જીગરામાં 'ફૂલોં કા તારોં કા સબકા કહેના હૈ એક હજારોં મેં મેરી બેહના હૈ' ગીત 'હરે રામા હરે કૃષ્ણ' ફિલ્મનું લેવામાં આવ્યું છે. આ ગીત આરડી બર્મન દ્વારા રચવામાં આવ્યું હતું અને આરડી બર્મન અને આનંદ બક્ષીએ લખેલા ગીતો સાથે કિશોર કુમાર દ્વારા ગવાયું હતું. જીગરા ફિલ્મ 11 ઓક્ટોબર 2024 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
જીગરામાં ગીતનું સંગીત અચિંત દ્વારા ફરીથી બનાવવામાં આવ્યું છે અને ગીતો વરુણ ગ્રોવરે લખ્યા છે. જીગરા સિવાય આલિયા ભટ્ટ YRF સ્પાય યુનિવર્સ ફિલ્મ આલ્ફામાં પણ જોવા મળશે, જેનું શૂટિંગ સતત ચાલી રહ્યું છે. આ બે ફિલ્મો સિવાય આલિયા બ્રહ્માસ્ત્ર 2 અને સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં જોવા મળશે.