ફિલ્મ સાય-ફાઇ કલ્કી 2898 એડી (Kalki 2898 AD) ની ટિકિટના ભાવમાં વધારો થયો હોવા છતાં તેના એડવાન્સ બુકિંગની શરૂઆત થઇ ગઈ છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે ભારતમાં 200,000 થી વધુ ટિકિટો વેચીને એડવાન્સ બુકિંગમાં ₹ 6.08 કરોડની કમાણી કરી છે. પ્રભાસ, કમલ હસન, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ અભિનીત આ ફિલ્મ 27 જૂને રિલીઝ થવાની છે.
2D, 3D અને IMAX 3D ફોર્મેટમાં વેચાયેલી લગભગ 1,95,000 ટિકિટો સાથે સૌથી વધુ ટિકિટો તેલુગુ ભાષાના વરઝ્ન માટે વેચાઈ હતી. બીજા નંબરનું સૌથી વધુ વેચાણ હિન્દી ભાષામાં થયું હતું, જેમાં 7,000 થી વધુ ટિકિટો વેચાઈ હતી. તમિલ ભાષામાં ફિલ્મની 2,000થી વધુ ટિકિટો વેચાઈ હતી.
ફિલ્મની રિલીઝ પહેલા તેલંગાણા સરકારે શરૂઆતના વીક માટે એક્સટ્રા શો અને ટિકિટના ઊંચા ભાવને મંજૂરી આપી હતી. ચાહકો એક્સટ્રા શો વિશે ઉત્સાહિત હતા,પરંતુ ભાવ વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેલંગાણામાં રિલીઝના દિવસે સવારે 5:30 AMના શોના સમાચારે શરૂઆતમાં ચાહકોને રોમાંચિત કર્યા હતા, પરંતુ પહેલા આઠ દિવસ (સિંગલ સ્ક્રીન માટે ₹ 70 અને મલ્ટિપ્લેક્સ માટે ₹ 100) ટિકિટના ભાવમાં વધારો થવાથી થોડો અસંતોષ થયો હતો.
નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત, કલ્કી 2898 એડી ભૈરવ (પ્રભાસ) જે એક શિકારી અને SUM-80 ( દીપિકા પાદુકોણ ) જે ભાગી રહેલી સગર્ભા સ્ત્રી છે તેને અનુસરે છે, આ સ્ટોરી એક બદલો લેનાર અશ્વત્થામા ( અમિતાભ બચ્ચન ) અને પાવર માટે ભૂખ્યા સુપ્રીમ યાસ્કીન ( કમલ હાસન ) ને એકસાથે જોડે છે.