કપિલ શર્મા બર્થ ડે સ્પેશિયલ ! નેટફ્લિક્સ પર એક એપિસોડની ફી આટલા કરોડ
કપિલ શર્માએ ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને ટૂંક સમયમાં જ આ કોમેડીથી ભરપૂર ફિલ્મના પાર્ટ 2 માં જોવા મળશે. અહીં જાણો કપિલ શર્માની નેટવર્થ વિશે
કોમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma) 18 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. વર્ષ 2005 માં, તેમણે કોમેડી શો 'હસ્તે હંસાતે રહો' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ 2013 માં, તેમણે પોતાનો શો ધ કપિલ શર્મા શો શરૂ કર્યો, જે દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે.
કપિલ શર્માએ ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને ટૂંક સમયમાં જ આ કોમેડીથી ભરપૂર ફિલ્મના પાર્ટ 2 માં જોવા મળશે. અહીં જાણો કપિલ શર્માની નેટવર્થ વિશે
કપિલ શર્મા નેટફ્લિક્સ પર શોના બે સીઝન પ્રસારિત થયા પછી કપિલ શર્માની કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કપિલ શર્મા નેટફ્લિક્સ પર એક એપિસોડ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. શોની પહેલી સીઝનમાં તેણે 65-70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સલમાન ખાન પછી કપિલ શર્મા સૌથી વધુ ફી લે છે. બિગ બોસ 18 માટે સલમાન ખાન પ્રતિ એપિસોડ 7.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
કપિલ શર્મા પાસે મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં એક આલીશાન ફ્લેટ છે, જેની કિંમત 15 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, તેમનું પંજાબમાં એક ફાર્મહાઉસ છે, જેની કિંમત 25 કરોડ રૂપિયા છે. તેમની લક્ઝરી વેનિટી વાન ઉદ્યોગમાં સૌથી પ્રખ્યાત છે કારણ કે તેની કિંમત 5.5 કરોડ રૂપિયા છે.
કપિલ શર્મા કલેકશન : કાર કલેક્શન વિશે વાત કરીએ, તો તેમાં મર્સિડીઝ બેન્ઝ S350, રેન્જ રોવર ઇવોક અને વોલ્વો XC90 SUV શામેલ છે. તે હંમેશા લુઇસ વીટન અને પ્રાડા જેવી હાઇ-એન્ડ બ્રાન્ડ્સ પર પૈસા ખર્ચે છે.