Kareena Kapoor | એકટ્રેસ કરીના કપૂર ન માત્ર તેની એકટિંગ પરંતુ તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે. અહીં એકટ્રેસના ગ્લેમરસ સાડી લુક શેર કર્યા છે.
કરીના કપૂર : કરીના કપૂર બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે તે 'બેબો' તરીકે પણ ફેન્સમાં જાણીતી છે. એકટ્રેસએ ઘણી હિટ ફિલ્મો આપી છે, તાજતેરમાં એકટ્રેસ સિંઘમ અગેઇન અને બકિંગહામ મર્ડર્સમાં જોવા મળી હતી, એકટ્રેસ ન માત્ર તેની એકટિંગ પરંતુ તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે. અહીં એકટ્રેસના ગ્લેમરસ સાડી લુક શેર કર્યા છે.
કરીના કપૂર : કરીના કપૂરએ ઓફ વાઈટ શિમર સિલ્વર ગ્લીટરિંગ સાડી પસંદ કરી છે, જેમાં વધારે સાઈની ટીકી વર્ક જોવા મળે છે, તેણે સાડી પર કોન્ટ્રાસ્ટમાં ગોલ્ડન સ્લીવલેસ વી નેકલાઇન વાળો બ્લાઉઝ પસંદ કર્યો છે, જેમાં ખાસ બેકલેસ બ્લાઉઝની ડિઝાઇન છે જે તેના લુકને ગ્લેમરસ ટચ આપે છે.
કરીના કપૂર : કરીના કપૂરએ આ સાડી આઉટફિટમાં અલગ અલગ યુનિક સ્ટાઇલમાં પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું છે, તેણે સાડીમાં પલ્લું ખાસ ઢળતો રાખ્યો છે, આ લુક એકટ્રેસના એલિગન્ટ વાઈબ્સ આપે છે.
કરીના કપૂર જવેલરી : કરીના કપૂરની જ્વલેરીની વાત કરીયે તો તેણે મિનિમલિસ્ટિક લુક માટે તેણે સિલ્વર સ્ટડ સાઈની ઈયરિંગ્સ પસંદ કરી છે, આ ઉપરાંત તેણે મેચિંગ રિંગ સાથે લુક કંપ્લીટ કર્યો છે, નેઈલપોલીસમાં પણ તેણે વાઈટ કલરની મેચિંગ પસંદ કરી છે.
કરીના કપૂર : કરીના કપૂરના મેકઅપની વાત કરીયે તો તેણે નેચરલ અને સિમ્પલ લુક માટે સ્કિન ટોન મુજબ લાઈટ મેકઅપ કર્યો છે. તેને આઈશેડો, કાજલ, આઈ લાઈનર, ગ્લોસી લાઈટ પિંકીશ લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે, હેર સ્ટાઇલની વાત કરીયે તો સિમ્પલ હેર બન હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કર્યો છે, જે ખુબજ ગ્લેમરસ ટચ આપે છે.