Karisma Kapoor | કરિશ્મા કપૂર (Karisma Kapoor) બોલીવુડ જાણીતી અભિનેત્રીમાંથી એક છે તે તેની એકટિંગ, ખુબસુરતી માટે જાણીતી છે, આ ઉપરાંત તે તેની ફેશન સ્ટાઇલ માટે એટલીજ જાણીતી છે. તાજતેરમાં એકટ્રેસે બ્લેક સાડીમાં જોવા મળી હતી જે ખુબજ અદભુત લુક છે.
કરિશ્મા કપૂર (Karisma Kapoor) બોલીવુડ જાણીતી અભિનેત્રીમાંથી એક છે તે તેની એકટિંગ, ખુબસુરતી માટે જાણીતી છે, આ ઉપરાંત તે તેની ફેશન સ્ટાઇલ માટે એટલીજ જાણીતી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેની યુનિક ફેશન સ્ટાઇલના ફોટોઝ શેર કરે છે. તાજતેરમાં એકટ્રેસે બ્લેક સાડીમાં જોવા મળી હતી જે ખુબજ અદભુત લુક છે.
કરિશ્મા કપૂર બ્લેક સાડી લુક : કરિશ્મા કપૂર બ્લેક પ્રી-ડ્રેપ સાડી મેજીકલ છે. આ ડિઝાઈનર સાડીમાં સિક્વિન્સ સાથેના કેટલાક અદ્ભુત ડેકોરેશન છે જેનાથી તે અદભૂત અને રોયલ લુક લાગે છે. આ ઉપરાંત સાડી સાથે આવતી ટ્યૂલ કેપ પણ ખાસ છે. કેપ પરની આ જટિલ સ્ટેરી ડિઝાઈન કરિશ્માની આભાને વધારે છે.
કરિશ્મા કપૂર સાડી ટયૂલ કેપ : આ ઉપરાંત સાડી સાથે આવતી ટ્યૂલ કેપ પણ ખાસ છે. કેપ પરની આ જટિલ સ્ટેરી ડિઝાઈન કરિશ્માની આભાને વધારે છે. કેપ સુંદર રીતે તેના આઉટફિટમાં મેજીકલ ટચ ઉમેરે છે, જે તેને એક ટાઇપની સાડી બનાવે છે જે એલિગન્ટ લુક ધરાવે છે.
કરિશ્મા કપૂર સાડી બ્લાઉઝ : કરિશ્મા કપૂરના બ્લાઉઝની વાત કરીયે તો બ્લાઉઝ રાઉન્ડમાં છે સાડી જેમ ટોનલ એમ્બ્રોઇડરી સાથે મેળ ખાય તે માટે રચાયેલ પરફેક્ટ બ્લેક ફુલ-સ્લીવ બ્લાઉઝ છે. જે મોડર્ન અને ટ્રેડિશનલ બન્ને ટચ આપે છે. પરફેક્ટ ફેબ્રિક સાથેના આઉટફિટ તમે વેડિંગ રિસેપ્શન કે પાર્ટી લુક માટે પરફેક્ટ છે.
કરિશ્મા કપૂર જવેલરી અને હેરસ્ટાઇલ : કરિશ્મા કપૂર માત્ર સાડી જ નહિ પરંતુ તેણે તેની એસેસરીઝ અને સ્ટાઇલની પસંદગીઓ સાથે તેને નેક્સ લેવલ પર લઇ જાય છે. એકટ્રેસે સ્ટેટમેન્ટ રાઉન્ડ ઇયરિંગ્સ પહેરી છે જે તેના લુકમાં ખરેખર ગ્લેમર સ્પ્લેશ ઉમેરે છે. હેરસ્ટાઇલની વાત કરીયે તો તેના હેર બન હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કર્યું છે.
કરિશ્મા કપૂર મેકઅપ : કરિશ્મા કપૂરએ ચમકદાર આઇલાઇનર, મસ્કરાના સ્વાઇપ સાથે જવાનું નક્કી કર્યું છે. જેમાં બ્રાઉન લિપસ્ટિક, બ્લશ ગાલ સાથે લુક કંપ્લીટ કર્યો છે. કરિશ્મા કપૂરનો આ લુક વેડિંગ રિસેપ્શન માટે બેસ્ટ છે.