karwa chauth 2023 : કેટરિના કૈફથી લઈને પરિણીતી સુધી, બોલિવૂડે આ રીતે કરી કરવા ચોથની ઊજવણી, જુઓ ફોટા
karwa chauth 2023 : આ વર્ષે કરવા ચોથનો તહેવાર 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો. કેટરિના કૈફ, કિયારા અડવાણી, આથિયા શેટ્ટી, પરિણીતિ ચોપરા સહિતની અભિનેત્રીઓએ કરવા ચોથના ફોટોસ શેયર કર્યા છે.
આ વર્ષે કરવા ચોથનો તહેવાર 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો. પરિણીત મહિલાઓ તેમના પતિના જીવનની સલામતી અને આયુષ્ય માટે ઉપવાસ કરે છે. આ પછી મહિલાઓ ચંદ્ર ઉગ્યા પછી અને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ તેમનું વ્રત પૂર્ણ કરે છે.
બોલિવૂડ સેલિબ્રિટીસે પણ કરવા ચોથના ફોટોસ સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. કેટરિના કૈફ, કિયારા અડવાણી, આથિયા શેટ્ટી, પરિણીતિ ચોપરા સહિતની અભિનેત્રીઓએ પોતાના ફોટોસ શેયર કર્યા છે.
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાની વાત કરીએ તો તેણે આપ નેતા રાઘવ ચઢ્ઢા સંગ 24 સપ્ટેમ્બરે ઉદપુુરના લીલી પેલેસમાં સાત ફેરા લીધા હતા. તેથી પરિણીતી ચોપરા તેના પહેલા કરવા ચોથ ધામધૂમથી ઉજવ્યુ હતુ. પરિણીતી ચોપરા હેવી રેડ ડ્રેસમાં અતિ સુંદર લાગી રહી હતી.
આ તસવીરમાં રાઘવ ચઢ્ઢાએ પરિણીતી ચોપરાનું વ્રત ખોલતો નજર આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પરિણીતી ચોપરાએ તેના પહેલા કરવા ચોથની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
જો કિયારા અડવાણીની વાત કરીએ તો તેણે સિદ્ધારથ મલ્હોત્રા સાથે ફેબ્રુઆરી 2023માં જેસલમેરના સૂર્યગઢ પેલેસ ખાતે શાહી લગ્ન કર્યા હતા. કિયારા અડવાણી તેના પહેલા કરવાથ ચોથ પર અતિ સુંદર લાગી રહી હતી. તેણે હેવી આરી વર્ક કરેલો ડ્રેસ પહેર્યો હતો. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેનો મેચિંગ રેડ કલરના કુર્તામાં નજર આવી રહ્યો હતો.
શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો તે પણ વર્ષોથી તેના પતિ રાજકુન્દ્રા માટે કરવા ચોથનું વ્રત કરે છે. ત્યારે આ વર્ષે પણ તેને કરવા ચોથનું વ્રત કર્યું હતું. આ ખાસ પ્રસંગ પર શિલ્પા શેટ્ટી રેડ સાડી, માથા પર સિદુર અને ગળામાં મંગલસૂત્ર પહેરવાની સાથે સંપૂર્ણ સુહાગન લાગી રહી હતી.