Katrina Kaif Birthday: કેટરિના કેફ બર્થડે, મોંઘી કાર અને કરોડોની કમાણી, જાણો પતિ વિકી કૌશલ કરતા કેટલી અમીર છે કેટ
Katrina Kaif Birthday: કેટરિના કેફ 41મો જન્મદિવસ ઉજવી રહી છે. વિકી કૌશલ સાથે લગ્ન કરનાર કેટરિના કેફ બોલીવુડ અભિનેત્રી ઉપરાંત સફળ બિઝનેસ વુમન પણ છે. જાણો પતિ વિકી કૌશલ કરતા કેટરિના કેફ કેટલી અમીર છે.
Katrina Kaif Birthday: કેટરિના કેફ બર્થડે કેટરિના કેફ ફેમસ બોલીવુડ અભિનેત્રી છે. 16 જુલાઈ 1983ના રોજ જન્મેલી કેટરિના કેફ પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. કેટરિના કેફના પિતા મોહમ્મદ કૈફ કાશ્મીરી મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ છે, જ્યારે માતા સુઝેન વકીલ અને ચેરિટી વર્કર છે. વિદેશથી આવેલી કેટરિના કેફે ભારતીય સિનેમા પર એવી છાપ છોડી કે આજે તેની ગણતરી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. કેટરિનાએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ભારતની સૌથી મોંઘી અભિનેત્રીઓની યાદીમાં પણ સામેલ છે. (Image: @katrinakaif)
કેટરિના કેફ સાથે વિકી કૌશલના લગ્ન કેટરિના કેફ ફિલ્મ ઉપરાંત અન્ય રીતે પણ જંગી કમાણી કરે છે. કેટરીના કેફે વર્ષ 2021માં 9 ડિસેમ્બર 2021ના રોજ બોલીવુડ એક્ટર વિકી કૌશ સાથે લગ્ન કર્યા છે. વિકી કૌશલ પણ એક સફળ અભિનેતા છે પરંતુ કેટરિના કેફ પતિ કરતા વધુ ધનવાન છે. ચાલો જાણી પતિ કરતા કેટરિના કેફ જેટલી ધનવાન છે. (Image: @katrinakaif)
Katrina Kaif Birthday: કેટરીના કેફ ઘરો અને કાર કેટરિના કફ મુંબઈના બાંદ્રામાં 3 બીએચકે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ધરાવે છે, જેની કિંમત લગભગ 8.20 કરોડ રૂપિયા છે. લોખંડવાલાની નજીક પણ લગભગ 17 કરોડ રૂપિયાની એર પ્રોપર્ટી છે. તેમજ બાંદ્રામાં 4 બીએચકે પેન્ટહાઉસ છે, જેમાં તે પતિ વિકી કૌશલ સાથે રહે છે. કેટરિના કેફનો લંડનમાં પણ એક બંગલો છે, જેની કિંમત 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. (Image: @katrinakaif)
Katrina Kaif Income : કેટરીના કેફની આવક કેટરિના કેફ ફિલ્મ ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, સ્ટેજ શો, પોતાની બ્રાન્ડ અને ઇન્સ્ટા પોસ્ટ્સથી જંગી કમાણી કરે છે. એક રિપોર્ટ અનુસાર કેટરિના કેફની કુલ સંપત્તિમાં દર વર્ષે 13 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2019 ફોર્બ્સની યાદી અનુસાર, કેટરિના કેફ સૌથી વધુ કમાણી કરનાર ટોપ 100 સેલિબ્રિટીની યાદીમાં 23માં સ્થાન પર છે. કેટરિના કેફ સરેરાશ દર મહિને 3 કરોડ રૂપિયા અને વાર્ષિક અંદાજે 30 કરોડ રૂપિયા કમાય છે. કેટરિના કેફ એક ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 7 કરોડ રૂપિયા ચાર્જ વસૂલે કરે છે. (Image: @katrinakaif)
Katrina Kaif Beauty Brand : કેટરીના કેફની બ્યુટી બ્રાન્ડ કેટરિના કેફ એક્ટ્રેસ હોવાની સાથે એક બિઝનેસ વુમન પણ છે. તેણીની પોતાની બ્યુટી બ્રાન્ડ છે, જે કેટરિનાએ 2019માં લોન્ચ કરી હતી. તેમની કંપની વેગન પ્રોડક્ટ્સ બનાવે છે જેમાં કોઈ પશુનો ઉપયોગ થતો નથી. આ કંપનીની વાર્ષિક આવક 12 કરોડ રૂપિયા જેટલી છે. (Image: @katrinakaif)
Katrina Kaif Net Worth : કેટરિના કેફ ની નેટવર્થ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં સામેલ કેટરિના કેફની કુલ સંપત્તિ 263 કરોડ રૂપિયા છે. વર્ષ 2023માં વિકી કૌશલની કુલ સંપત્તિ 41 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું. આમ સંપતિના મામલે પતિ વિકી કૌશલ કરતા કેટરિના કેફ ઘણી વધારે અમીર છે. (Image: @katrinakaif)