Khushi Kapoor Latest Photoshoot in Saree : ખુશી કપૂર ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે, જો કે ફિલ્મોમાં આવવાની પહેલા જ ખુબસુરતી અને સ્ટાઇલિશ લુકને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં ખુશી કપૂરે સાડી પહેરીને દેશી લૂકમાં તસવીરો શેર કરી છે
બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ખુશી તેના સ્ટાઇલિશ લુક અને હોટનેસને લઈને ચર્ચામાં છે. (Source: @khushi05k/instagram)
આ તસવીરોમાં ખુશી આઇસ બ્લુ સિક્વિન એમ્બ્રોઇડરી સાથે ડ્રેપ કરેલી સાડી પહેરેલી દેખાય છે. આ સાડી સાથે તેણે મેચિંગ સલ્ટ્રી બ્રેલેટ પહેર્યું છે, આ દેસી લૂકમાં પણ તે બહુ જ હોટ દેખાય છે. (Source: @khushi05k/instagram)
આ સાડીમાં ખુશીનું કર્વી ફિગર ઝલક રહ્યું છે. આ સાડીમાં તેણે અદભૂત સ્ટાઈલ સાથે કેમેરા સામે આકર્ષક પોઝ આપ્યા છે. ખુશીનો આ દેસી લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. (Source: @khushi05k/instagram)
ખુશી કૂપરના એજ્યુકેશનની વાત કરીયે તો તેની મોટી બહેન જાન્હવી કપૂર સાથે ભારતની સૌથી પ્રતિષ્ઠિત સ્કૂલ - ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, મુંબઈમાંથી સ્નાતક થઇ છે. ત્યારબાદ તેની બહેન જાહ્નવીની જેમ એક્ટિંગ માટ ન્યુયોર્ક ફિલ્મ એકેડમીમાં તાલીમ મેળવી છે. (Source: @khushi05k/instagram)