-
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના લગ્નનો પહેલો વીડિયો શેર કર્યો છે. (Photo: Kiara Advani/Instagram)
-
વીડિયોમાં કિયારાની દુલ્હન તરીકે અદભૂત એન્ટ્રી છે.(Photo: Kiara Advani/Instagram)
-
‘ફૂલોંથી શણગારેલી ચુંદરી નીચે લગ્ન મંડપ સુધી પહોંચી હતી કિયારા અડવાણી. (Photo: Kiara Advani/Instagram)
-
જ્યારે કિયારા અડવાણી તેના ગુલાબી લહેંગામાં મંડપ સુધી જઇ રહી હતી ત્યારે તેમની ફિલ્મ ‘શેરશાહ’નું ગીત વાગ્યું હતું. (Photo: Kiara Advani/Instagram)
-
સિદ્ધાર્થ મલ્હોત્રા તેની દુલ્હન કિયારા અડવાણીની શાનદાર એન્ટ્રીને એકીટશે જોઇ રહ્યો હતો. (Photo: Kiara Advani/Instagram)
-
સિદ્ધાર્થ-કિયારાના લગ્નનો પ્રથમ વાયરલ વીડિયો ધમાકેદાર છે. જેને જોઇને તેના ચાહકો ખુશખુશાલ થઇ ગયા છે. જ્યારે કિયારા અને સિદ્ધાર્થે હાર પહેર્યા ત્યારે તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવી. (Photo: Kiara Advani/Instagram)
-
કિયારા અને સિદ્ધાર્થે હાર પહેરાવ્યા બાદ કિસ કરી હતી.
-
કપલે પોતાની આ ખાસ ક્ષણને ખુબ એન્જોય કરી હતી.
-
કિયારા અને સિદ્ધાર્થે જેસલમેરના સૂર્યગઢ ખાતે ત્રણ દિવસીય લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં કરણ જોહર, શાહિદ કપૂર, મલાઈકા અરોરા, જુહી ચાવલા સહિતની બોલીવુડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.
-
શેરશાહ દંપતીએ મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પર તેમના લગ્નની જાહેરાત કરી હતી. (Photo: Kiara Advani/Instagram)
-
આ કપલે તેમના લગ્નની તસવીરો શેર કરીને સુંદર કેપ્શન પણ લખ્યું હતું. “અબ હમારી પરમેેનન્ટ બુકિંગ હોગયી હૈ. અમારી આગળની સફર માટે અમે તમારા આશીર્વાદ અને પ્રેમની ઈચ્છા રાખીએ છીએ,” (Photo: Kiara Advani/Instagram)
-
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નના ફોટા પણ ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ લાઇક કરાયેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ છે, જેમાં અત્યાર સુધીમાં 14 મિલિયનથી વધુ લાઇક્સ છે. (Photo: Kiara Advani/Instagram)
