Kiara Advani Sidharth Malhotra : કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની પહેલી વર્ષગાંઠ, જાણો કપલની રસપ્રદ લવ સ્ટોરી February 07, 2024 12:45 IST
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની આજે પ્રથમ વર્ષગાંઠ છે.
થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી અને તેમના રોમાંસને લાઇમલાઇટથી દૂર રાખ્યા પછી, કપલે 7 ફેબ્રુઆરી 2023 માં લગ્ન કર્યા હતા.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની લવ સ્ટોરી 'શેરશાહ' ના સેટ પર શરૂ થઇ હતી, ફિલ્મ 'શેરશાહ' માં કપલે ઓનસ્ક્રીન રોમાંસ કર્યો હતો.
પ્રેક્ષકોના દિલોમાં સિદ્ધાર્થ અને કિયારાના રોમાંસ પર ધૂમ મચાવી હતી. અને તેમની પ્રેમ ગાથા ઓફ સ્ક્રીન પણ ચાલુ રહી હતી.
સિદ્ધાર્થ અને કિયારાએ તેમના વેકેશનની પ્રાઇવેટ તસવીરો ઓનલાઈન વાયરલ થયા બાદ તેમના સંબંધો વિશે ચર્ચા જગાવી હતી.
આ દંપતીએ 2019 માં દક્ષિણ આફ્રિકામાં તેમની વાઈલ્ડ આઉટિંગ ફોટોઝ પણ શેર કર્યા હતા અને ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે લવબર્ડ સાથે વેકેશન માણી રહ્યા છે.
આબધામાં, એક વાર સિદ્ધાર્થ અને કિયારા અલગ થઈ ગયા હોવાની ભારે ચર્ચા પણ થઇ હતી.
આ બધું ત્યારે થયું જ્યારે કિયારાએ સિદ્ધાર્થને 'ભૂલ ભૂલૈયા 2' ના સ્ક્રીનિંગ માટે આમંત્રિત કરવા માટે ફોન કર્યો હતો.
પરંતુ કપલની લવ સ્ટોરીને વેગ મળ્યો અને લાસ્ટ યર તેમના ભવ્ય લગ્ન જેસલમેર પેલેસમાં થયા હતા. આજે આ કપલ લગ્નની પહેલી વર્ષ ગાંઠ ઉજવી રહ્યા છે.
ફિલ્મની વાત કરીયે, કિયારા અડવાણી અપકમિંગ મુવી 'ગેમ ચેન્જર' માં જોવા મળશે. જે સપ્ટેમ્બર, 2024 માં રીલીઝ થશે.
જયારે એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અપકમિંગ મુવી 'યોદ્ધા' માં જોવા મળશે, આ ફિલ્મ 15 માર્ચે, 2024 એ રિલીઝ થશે.