Kriti Sanon : કૃતિ સેનન રૂમર્ડ બોયફ્રેન્ડ અને બહેન સાથે ગ્રીસમાં વેકેશન બાદ ભારત પરત, જુઓ વેકેશનના ફોટા
Kriti Sanon : કૃતિ સેનન તાજેતરમાં તેના રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા અને બહેન નુપુર સેનન સાથે ગ્રીસમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી. તેણે તેના વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. અભિનેત્રીએ તેનો જન્મદિવસ વિદેશમાં ગ્રીસમાં ઉજવ્યો અને હવે તે ભારત પરત ફરી છે.
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon) ને તાજેતરમાં તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા અને ક્રૂ જેવી હિટ ફિલ્મોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. એકટ્રેસ તાજેતરમાં તેના રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા અને બહેન નુપુર સેનન સાથે ગ્રીસમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી. તેણે તેના વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. અભિનેત્રીએ તેનો જન્મદિવસ વિદેશમાં ગ્રીસમાં ઉજવ્યો અને હવે તે ભારત પરત ફરી છે.
આ ઉપરાંત ફ્રેન્ડશીપ ડેના અવસર પર કૃતિ સેનને તેની બહેન નુપુર સેનન સાથે તેની ગ્રીસ ટ્રીપની તસવીર શેર કરી હતી. બંને અદભૂત લગતા હતા.એકસાથે મુસાફરી કરવાથી માંડીને નદીના કિનારે પોઝ સુધી બન્ને બહેનો સિસ્ટર ગોલને ઉજાગર કરે છે.
કૃતિ સેનનના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો છેલ્લે કરિના કપૂર ખાન અને તબ્બુ સાથે ક્રૂમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ અને કપિલ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં હતા. કૃતિએ ફ્લાઇટ એટેન્ડન્ટની ભૂમિકા ભજવી હતી, તેના અભિનય માટે ઘણી પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મ એક મોટી હિટ બની હતી.
વર્ષની શરૂઆતમાં, કૃતિ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયામાં જોવા મળી હતી, જેમાં શાહિદ કપૂર, ધર્મેન્દ્ર અને ડિમ્પલ કાપડિયા હતા. તેણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બનેલા રોબોટની ભૂમિકા ભજવી હતી, જે માણસની જેમ દેખાય છે અને વર્તન કરે છે. જેના માટે કૃતિના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.