Madhuri Dixit | માધુરી દીક્ષિત બ્લેક ગોલ્ડન સાડી લુક પાર્ટી માટે પરફેક્ટ
Madhuri Dixit | માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખુબજ એકટીવ રહે છે અને તેની યુનિક ફેશન સ્ટાઇલના ફોટોઝ એમાં શેર કરે છે. તાજતેરમાં એકટ્રેસ બ્લેક સાડીમાં જોવા મળી હતી જે અદભુત લુક છે.
માધુરી દીક્ષિત : માધુરી દીક્ષિત (Madhuri Dixit) બોલીવુડની ધક ધક ગર્લ તરીકે જાણીતી છે તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે, તેની એકટિંગ સિવાય એકટ્રેસ તેના ડાન્સ અને ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચમાં રહે છે. એકટ્રેસ સોશિયલ મીડિયા પર ખુબજ એકટીવ રહે છે અને તેની યુનિક ફેશન સ્ટાઇલના ફોટોઝ એમાં શેર કરે છે. તાજતેરમાં એકટ્રેસ બ્લેક સાડીમાં જોવા મળી હતી જે અદભુત લુક છે.
માધુરી દીક્ષિત આઉટફિટ : બ્લેક પોટર્સ ટચ ક્રશ્ડ સાડીમાં માધુરી દીક્ષિતનો આ લુક ફંક્શન અથવા પાર્ટી માટે પહેરી શકાય છે. 35,000 રૂપિયાની કિંમતની આ સાડીમાં કિનારીઓ પર સોનેરી ડિટેલ્સ અને મિરર વર્ક છે. પણ સાડીના નીચે લુક સાવ જુદો હતો. એમાં યુનિક ડિટેલ્સ અદભુત છે એમાં ગોલ્ડન લેસ પણ જોવા મળે છે.
માધુરી દીક્ષિત બ્લાઉઝ : સાડીનું ટ્રાન્સપરન્ટ ફેબ્રિક તેની કમરને હાઇલાઇટ કરે છે, તમે કોઈ ઇવેન્ટમાં આ લુક ટ્રાય કરી શકો છો. બ્લાઉઝની વાત કરીયે તો મેચિંગ બ્લેક અને ગોલ્ડન કોમ્બિનેશન સાથે લુક કંપ્લીટ કર્યો છે. તેના બ્લાઉઝની ડિઝાઇન મેજીકલ છે જેમાં સ્લીવલેસ ડિટેલ્સ અને રાઉન્ડ નેકલાઇન દર્શાવવામાં આવી હતી. બ્લેક બેકડ્રોપ સામે ગોલ્ડન વર્ટિકલ લાઇન્સ સાથે બ્લાઉઝ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
માધુરી દીક્ષિત મેકઅપ અને જવેલરી : આઉટફિટ ઉપરાંત માધુરી દીક્ષિતનો મેકઅપ અને એસેસરીઝ પણ જોવા લાયક હતા. તેના આઉટફિટની જેમ જ, તેના મેકઅપમાં તમામ ગ્લેમ વાઇબ્સ આવે છે. તેણે ગોલ્ડન આઈશેડો, બોલ્ડ બ્લેક આઈલાઈનર અને ડીફાઈંડ આઈબ્રોઝ સાથે તેના લુકને નેક્સ લેવલ કર લઇ જાય છે. ચળકતા ગાલ અને મિનિમલ ન્યૂડ લિપસ્ટિક તેના ચહેરાના વધુ એલિગન્ટ લુક આપે છે.
માધુરી દીક્ષિત જવેલરી : એક્સેસરીઝ સામાન્ય ટ્રેડિશનલ ન હતા. યુનિક અને આકર્ષક ટચ ઉમેરવા માટે તેણે તેના લુકને ગોલ્ડન પ્લેટેડ બેન્ગલ્સ સાથે સ્ટાઈલ કરી હતી જેમાં લેયર વાળી ડિટેલ્સ દર્શાવવામાં આવી હતી. તેની ગોલ્ડન કફ-કમ-ઇયરિંગ્સ અને સ્ટેટમેન્ટ રિંગ્સે એક વધારાનો ગ્લેમ ઉમેર્યો છે.
માધુરી દીક્ષિત હેરસ્ટાઇલ : બ્લેક સાડીમાં એકટ્રેસે સ્ટ્રેટ હેર સાથે એક્સેસરીઝને ચમકાવે છે. તેણે તેના વાળની એક બાજુ પાછળ રાખી પાર્ટીશનમાં સ્ટાઈલ કર્યા છે.