Happy Birthday Madhuri Dixit : ‘ધક-ધક ગર્લ’ એક્ટિંગ સિવાય બિઝનેસમાં પણ માહેર, માધુરી દીક્ષિત કરોડોની માલકિન
Madhuri Dixit Birthday Special: બોલિવૂડની ફેમસ અભિનેત્રી માધુરી દીક્ષિત આજે 15 મેના રોજ પોતાનો 57મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. માધુરી દીક્ષિત આ ઉંમરે પણ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે. ભલે આજે તે ફિલ્મોથી દૂર છે, છતાં તે મહિને કરોડો કમાય લે છે. માધુરી દીક્ષિત બિઝનેસમાંથી મબલક કમાણી કરે છે.
57ની ઉંમરે પણ માધુરી દીક્ષિત મહિલાઓ માટે પ્રેરણા બની રહી છે. જે ઉત્સાહ સાથે આજે પણ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે તે ખરેખર પ્રશંસનીય છે. માધુરી દીક્ષિત આજે 15 મેના રોજ 57મો બર્થડે પતિ અને પરિવાર સાથે ઉજવી રહી છે. કહેવાય છે કે માધુરીની ફેન ફોલોઈંગ પાકિસ્તાનમાં પણ હતી. અન્ડર-વર્લ્ડ ડોન પણ તેના ચાહકો હતા
સ્ટારડમ ઉપરાંત માધુરી ઈન્ડસ્ટ્રીની સૌથી અમીર અને સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી પણ છે.માધુરી દીક્ષિત ઉંમરના આ તબક્કે પણ એટલી ગ્લોઇંગ સ્કીન ધરાવે છે કે તમે તેની તસવીરો જોયને આશ્ચર્યચકિત થઇ જશો.
ફિલ્મો ઉપરાંત માધુરી દીક્ષિત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ મોટી કમાણી કરે છે. આ સિવાય માધુરી દીક્ષિતની પોતાની ડાન્સ એકેડમી પણ છે. માધુરી ઘણા રિયાલિટી શોને જજ પણ કરે છે.
માધુરી દીક્ષિતે વર્ષ 1984માં ફિલ્મ અબોધથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે, તેને 1988માં અનિલ કપૂરની ફિલ્મ 'તેજાબ'થી ઓળખ મળી હતી. માધુરીએ 90ના દાયકામાં કોયલા, હમ આપકે હૈ કૌન, બેટા જેવી ઘણી સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું હતું.
માધુરી દીક્ષિત મુંબઈમાં એક આલીશાન ઘરની માલિક છે. અહેવાલો અનુસાર, દિવા લગભગ 250 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. માધુરી એક ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયા લે છે.
અભિનેત્રી ટીવી પરના રિયાલિટી શોમાંથી પણ ઘણી કમાણી કરે છે. માધુરી એક એપિસોડ માટે 1 થી 2 કરોડ રૂપિયા લે છે. માધુરી દીક્ષિત એક્ટિંગ સિવાય ડાન્સ ક્વીન તરીકે પણ ફેમસ છે. તે ડાન્સ ક્લાસ પણ ચલાવે છે. તેમનું એક પ્રોડક્શન હાઉસ પણ છે.
અભિનેત્રીને લક્ઝરી કારનો શોખ છે, તેની પાસે ઓડી, રોલ્સ રોયસ જેવી મોંઘી કાર છે. જ્યારે બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં ત્યારે તેણે લાખો દિલો તોડીને ડૉક્ટરને પોતાનું દિલ સોંપ્યું હતું.
1999 શ્રીરામ નેને સાથે માધુરી દીક્ષિતે લગ્ન કર્યા છે, તે બે પુત્રો અરીન અને રાયનની માતા છે. દક્ષિણ કેલિફોર્નિયામાં દીક્ષિતના મોટા ભાઈના ઘરે આયોજિત પરંપરાગત સમારોહમાં લગ્ન કર્યા હતા.
બંને પુત્રોનો જન્મ વિદેશમાં થયો છે, પરંતુ તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. માધુરીના બંને બાળકો તેમની માતાની જેમ ભારતીય સંગીતની નજીક છે. (All Photos Credit Madhuri Insta)