નાગિન ફેમ મૌની રોયે તાજેતરમાં ઓફ શોલ્ડર બ્લાઉઝ અને બ્લેક ચમકદાર સાડીમાં કિલર પોઝ આપ્યા છે. ટીવી બાદ એક્ટ્રેસ મૌની રોય બોલિવૂડમાં પોતાની સુંદરતા અને એક્ટિંગથી પોતાની અલગ ઓળખ બનાવી ચુકી છે.
મૌની રોય આ બ્લેક સાડીમાં અત્યંત સુંદર લાગી રહી છે. ફેન્સ આ તસવીરો જોઇને ઉત્સાહમાં આવી જશે. સોશિયલ મીડિયા પર પણ એક્ટ્રેસ છવાયેલી રહે છે અને હંમેશા પોતાના હૉટ અને સિઝલિંગ ફોટો શેર કરતી રહે છે.
મૌની રોયના આ લૂકની વધુ એક ખાસિયત એ પણ છે કે, તેણે આ ડિઝાઇનર સાડી પર કોઇ પણ પ્રકારની જ્વેલરી પહેરી નથી. તેમ છતાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. (All Photos Credit Mouni Roy Insta)