Mrunal Thakur Birthday Special : મૃણાલ ઠાકુર બર્થ ડે સ્પેશિયલ। પ્રતિ ફિલ્મ 2 કરોડ કમાય છે એકટ્રેસ, કુલ આટલી સંપત્તિની માલિક
Mrunal Thakur Birthday Special : આજે મૃણાલના જન્મદિવસ નિમિત્તે અહીં સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં તેની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો વાંચો, અહીં તેની કુલ સંપત્તિ વિશે પણ માહિતી આપી છે,
મૃણાલ ઠાકુર (Mrunal Thakur) બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેના ગ્લેમરસ લુક અને એકટિંગ માટે ચાહકોમાં ખુબજ પોપ્યુલર છે. આજે એકટ્રેસ તેનો 32 મો જન્મદિવસ ઉણવી રહી છે. મૃણાલે બોલિવૂડ સિવાય સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મોમાં કામ કરતા પહેલા મૃણાલે ઘણા હિટ ટીવી શોમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલને લીધે જાણીતી બની છે.
આજે મૃણાલના જન્મદિવસ નિમિત્તે અહીં સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં તેની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો વાંચો, અહીં તેની કુલ સંપત્તિ વિશે પણ માહિતી આપી છે,
મૃણાલ ઠાકુરનો જન્મ 1 ઓગસ્ટ 1992 ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. તે 2012માં સિરિયલ 'મુઝસે કુછ કહેતી...યે ખામોશિયાં'થી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી પરંતુ તેને વધારે ઓળખ મળી નહીં. આ પછી તે ઝી ટીવીના હિટ શો 'કુમકુમ ભાગ્ય'માં જોવા મળી અને પછી તેની સક્સેસ જર્નીની શરૂઆત થઇ ગઈ હતી.
ટીવીની દુનિયામાં ફેમસ થયા બાદ મૃણાલે ફિલ્મો તરફ વળી. બોલિવૂડમાં કામ મેળવવા માટે તેણે ઘણો સંઘર્ષ કર્યો અને આજે તે સંઘર્ષનું ફળ તેને મળી રહ્યું છે. મૃણાલે પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શરૂઆતમાં તે ઘણી વાર હતાશામાં રડવા લાગી હતી. ત્યારે તેના માતા-પિતા તેને પ્રોત્સાહિત કરતા અને કહેતા કે એક દિવસ તું દુનિયા માટે ઉદાહરણ બનીશ, મૃણાલ.'
મૃણાલ ઠાકુરની ફિલ્મોની વાત કરીએ તો 'સુપર 30'માં મૃણાલનું પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ પછી, તે જોન અબ્રાહમ સાથે 'બાટલા હાઉસ' અને ફિલ્મ 'તુફાન'માં ફરહાન અખ્તરની પત્નીના રોલમાં જોવા મળી હતી. તે સાઉથની ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી છે.
મૃણાલ ઠાકુરની નેટવર્થ વિશે વાત કરીએ તો અભિનેત્રી લક્ઝરી લાઈફ જીવે છે. જો સૂત્રોનું માનીએ તો, મૃણાલ ઠાકુર પ્રતિ ફિલ્મ 2 કરોડ રૂપિયા કમાય છે અને તેની માસિક આવક 60 લાખ રૂપિયા છે. તેમની વાર્ષિક આવક 7 કરોડ રૂપિયા છે. મૃણાલ ઘણી મોંઘી કારની માલિક છે. તેની પાસે 30 લાખ રૂપિયાની ટોયોટા ફોર્ચ્યુનર અને હોન્ડા એકોર્ડ છે, જે તેણે 45 લાખ રૂપિયામાં ખરીદી હતી.
અભિનેત્રી મૃણાલ ઠાકુરએ તાજેતરમાં જ ₹ 2.17 કરોડની મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ લક્ઝરી સેડાન ખરીદી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 33 કરોડ રૂપિયા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તે સતત વધી રહી છે.