ઓક્ટોબરના લાસ્ટ વીકમાં OTT પર રિલીઝ થઇ રહી છે આ ફિલ્મ અને વેબ સિરીઝ, દિવાળીમાં થશે ભરપૂર મનોરંજન
diwali 2024 : દિવાળી એ માત્ર રોશની અને મીઠાઈઓનો તહેવાર નથી પણ મનોરંજનનો પણ તહેવાર છે. આ વખતે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં ઘણી મોટી ફિલ્મો અને વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે, જે તમારા તહેવારને ખાસ બનાવશે. ચાલો જોઈએ આ ફિલ્મો અને વેબ સિરીઝની યાદી.
Territory ‘ટેરીટરી’ એ વધુ એક રહસ્યથી ભરેલી વેબ સિરીઝ છે જે 24 ઓક્ટોબરે Netflix પર આવી રહી છે. જો તમને સસ્પેન્સ અને થ્રિલર શો ગમે છે, તો આ શ્રેણીને ચૂકશો નહીં.
The Last Night at Tremore Beach ‘ધ લાસ્ટ નાઈટ એટ ટ્રેમર બીચ’ થ્રિલર ફિલ્મ છે જે 25 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની કહાની એક રાતના ડરામણા અને રહસ્યમય અનુભવ પર આધારિત છે.
The Legend of Hanuman Season 5 ‘ધ લિજેન્ડ ઓફ હનુમાન સિઝન 5’ પૌરાણિક કથાઓના પ્રેમીઓ માટે ખાસ ભેટ છે. આ એનિમેટેડ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 25 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે.
zwigato કપિલ શર્માની ફિલ્મ 'ઝ્વિગાટો' પણ 25 ઓક્ટોબરે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ એક ડિલિવરી બોયના જીવન પર આધારિત છે, જે સમાજની અસમાનતાઓ અને સંઘર્ષો સામે લડે છે.