ઓલિમ્પિક મેડાલિસ્ટ રેસલર અમન સેહરાવતે જેઠાલાલ સાથે કરી મુલાકાત, ફાફડા-જલેબી સાથે કરી ઉજવણી!
દિલીપ જોશી (જેઠાલાલ)એ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અમન સેહરાવત સાથેની આ તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે અમન સેહરાવતની બ્રોન્ઝ મેડલ જીતની ઉજવણી હું સૌથી સારી રીતે મનાવી રહ્યો છું. જલેબી-ફાફડા સાથે
aman sehrawat met jethalal dilip joshi : પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ વિજેતા રેસલર અમન સેહરાવતે તારક મહેતાના જેઠાલાલ એટલે કે દિલીપ જોષી સાથે મુલાકાત કરી હતી. દિલીપ જોષીએ ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતને બ્રોન્ઝ મેડલ માટે અભિનંદન આપ્યા હતા. અભિનેતા દિલીપ જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવે છે. (તસવીર - amansehrawat057)
અમન સાથે જેઠાલાલે ફાફડા-જલેબી ખાધા હતા. અમન દિલીપ જોષીને મળીને ખુશ થયો અને કહ્યું કે આવા અભિનેતાને મળવું એ સ્વપ્ન સાકાર થવા જેવું છે. (તસવીર - amansehrawat057)
તસવીરોમાં આપણે જોઈ શકીએ છીએ કે અમન અને દિલીપ જોષી વાતચીત કરી રહ્યા છે. દિલીપે ઓલિમ્પિક્સમાં અમનની મોટી જીત બદલ ગુડી બેગ પણ આપી હતી. (તસવીર - amansehrawat057)
દિલીપ જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અમન સેહરાવત સાથેની આ તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે અમન સેહરાવતની બ્રોન્ઝ મેડલ જીતની ઉજવણી હું સૌથી સારી રીતે મનાવી રહ્યો છું. જલેબી-ફાફડા સાથે. અમન સાથે મળવું અને સમય પસાર કરીને હું સન્માનિત અનુભવી રહ્યો છું. તે એક પ્રેરણા છે. (તસવીર - amansehrawat057)