OTT Release This Week | જાન્યુઆરી નું બીજું અઠવાડિયું મનોરંજનથી ભરપૂર, ઓટીટી પર દમદાર ફિલ્મો અને વેબ સિરીઝ થશે રિલીઝ
OTT Release This Week | શું તમે આ અઠવાડિયે નેટફ્લિક્સ, પ્રાઇમ, હોટસ્ટાર ઓર નવું શું રિલીઝ થશે, તે જાણવા માટે પણ ઉત્સુક છો? અહીં તમને આ અઠવાડિયે આવનારી તમામ બેસ્ટ ઓટીટી રિલીઝ વિશે જણાવીશું
શું તમે આ અઠવાડિયે નેટફ્લિક્સ, પ્રાઇમ, હોટસ્ટાર ઓર નવું શું રિલીઝ થશે, તે જાણવા માટે પણ ઉત્સુક છો? અહીં તમને આ અઠવાડિયે આવનારી તમામ બેસ્ટ ઓટીટી રિલીઝ વિશે જણાવીશું. નવા વર્ષનું બીજું અઠવાડિયું પણ ધમાકેદાર મનોરંજનથી ભરપૂર રહેવાનું છે. જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં કઈ બ્લોકબસ્ટર મૂવી અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે અહીં જાણો
શાર્ક ટેન્ક ઈન્ડિયા સિઝન 4 : લોકપ્રિય શો 'શાર્ક ટેન્ક ઈન્ડિયા' શાર્ક અમન ગુપ્તા, અનુપમ મિત્તલ, નમિતા થાપર, વિનીતા સિંઘ અને પીયૂષ બંસલને દર્શાવતી બીજી સિઝન સાથે પાછો ફર્યો છે. તેમાં નવા જજ કુણાલ બહલ, સ્નેપડીલ અને ટાઇટન કેપિટલના સહ-સ્થાપક અને વીબા/વીઆરબી કન્ઝ્યુમરના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર વિરાજ બહલનો પણ સમાવેશ થાય છે. 'શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 4' 6 જાન્યુઆરીએ સોની લિવ પર સ્ટ્રીમ થશે.
ધ બ્રેકથ્રુ : ધ બ્રેકથ્રુ' સ્ટોરી સ્વીડનમાં બીજા નંબરની સૌથી મોટી હત્યાની તપાસ વિશે છે, જેમાં એક આઘાતજનક ડબલ મર્ડર 16 વર્ષ સુધી વણઉકેલ્યું હતું. ડિટેક્ટીવ અને ગિનિઓલોજિસ્ટ ટીમ કેસને ઉકેલવા મિશન પર છે. તેમાં પીટર એગર્સ અને મેટિયસ નોર્ડક્વિસ્ટ છે. 'ધ બ્રેકથ્રુ' 7 જાન્યુઆરી, 2025ના રોજ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે.
MTV રોડીઝ XX : MTV Roadiesની આ સિઝનમાં ગેંગ લીડર નેહા ધૂપિયા, રિયા ચક્રવર્તી, પ્રિન્સ નરુલા અને એલ્વિશ યાદવ જોવા મળશે. MTV રોડીઝ XX 11 જાન્યુઆરી 2025 થી MTV પર પ્રીમિયર થશે. તે જિયો સિનેમા પર પણ પ્રસારિત થશે.