OTT Releases In August 2024: ઓગસ્ટમાં ઓટીટી પર ચંદુ ચેમ્પિયન થી લઇ ફિર આઈ હસીન દિલરુબા, જાણો ક્યારે કઇ વેબ સિરીઝ અને ફિલ્મ રિલીઝ થશે
Upcoming OTT Web Series Movies Releases In August 2024: ઓગસ્ટ મહિનામાં ઓટીટી પર ફરી એન્ટરટેનમેન્ટનો ફુલ ડોઝ મળશે. ઓગસ્ટમાં ફિર આઈ હસીન દિલરુબા, ચંદુ ચેમ્પિયન અને કિલ સહિત ઘણી શાનદાર વેબ સિરીઝ અને મૂવીઝ દર્શકોને મનોરંજન કરાવશે.
ઓગસ્ટમાં ઓટીટી પર એન્ટરટેનમેન્ટનો ફુલ ડોઝ ઓટોટી પ્લેટફોર્મ પર દર મહિને નવી વેબ સિરીઝ અને ફિલ્મ રિલીઝ થાય છે. ઓગસ્ટ મહિનામાં પણ ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટરટેનમેન્ટનો ફુલ ડોઝ મળવાનો છે. જુલાઇમાં મિર્ઝાપુર સહિત ઘણી વેબ સિરીઝ અને ફિલ્મોએ દર્શકોને ભરપૂર મનોરંજન આપ્યું છે. હવે ઓગસ્ટ મહિનામાં ઘણી વેબ સિરીઝ અને ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. (Photo: Freepik)
ચંદુ ચેમ્પિયન (Chandu Champion) કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયન એ થિયેટરોમાં ખૂબ કમાણી કરી હતી. લોકોને તે ખૂબ જ પસંદ આવી. મેકર્સ હવે આ મૂવી ઓટીટી પર રિલીઝ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ પ્રાઇમ વીડિયો પરથી 9 ઓગસ્ટે રિલીઝ થશે. (Photo: Social Media)
ફિર આઈ હસીન દિલરુબા (Phir Aayi Hasseen Dillruba) વિક્રાંત મેસી અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ફિર આઈ હસીન દિલરૂબા વર્ષ 2021માં આવેલી ફિલ્મ હસીન દિલરુબા ની સિક્વલ છે. તે 9 ઓગસ્ટે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. દર્શકો અને ચાહકો આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે. (Photo: Social Media)
મનોરથંગલ (Manorathangal) કમલ હાસન, મમૂટી, મોહનલાલ અને ફહાદ ફાસીલ સ્ટારર વેબ સિરીઝ મનોરથંગલ 15 ઓગસ્ટના રોજ ઝી 5 પર સ્ટ્રીમ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમાં 9 સ્ટોરીઝ બતાવવામાં આવી છે, જેનું નિર્દેશન 8 પ્રોડ્યુસર્સે મળીને કર્યું છે. આ એક એંથોલોજી સિરીઝ છે. (Photo: Social Media)
ગ્યારહ ગ્યારહ (Gyaarah Gyaarah) ટીવી હોસ્ટ, ડાન્સર અને એક્ટર રાઘવ જુયાલ કિલ ના મેકર્સ સાથે વેબ સિરીઝ ગ્યારહ ગ્યારહ લઇને આવી રહ્યા છે. રાઘવની સાથે આ સિરીઝમાં અભિનેત્રી કૃતિકા કામરા અને ધૈર્યા કરવા પણ મહત્ત્વના રોલમાં છે. તે 9 ઓગસ્ટે ઝી5 પર સ્ટ્રીમ કરવામાં આવશે. (Photo: Social Media)
ઘુડચઢી (Ghudchadi) સંજય દત્ત અને રવિના ટંડન સ્ટારર ફિલ્મ ઘુડચઢી 9 ઓગસ્ટે જિયા સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ એક રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ છે. તેમાં ખુશાલી કુમાર, પાર્થ સમથાન અને અરુણા ઇરાની મુખ્ય ભૂમિકામાં છે. તેનું ટ્રેલર રિલીઝ થયું છે, જે લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. (Photo: Social Media)
લાઈફ હિલ ગઇ (Life Hill Gayi) દિવ્યેન્દુ શર્મા અને કુશા કપિલા સ્ટારર વેબ સિરીઝ લાઇફ હિલ ગઈ પણ ૯ ઓગસ્ટે સ્ટ્રીમ કરવામાં આવશે. તેને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. તેમાં વિનય પાઠક અને ભાગ્યશ્રી પણ મુખ્ય ભૂમિકામાં છે. (Photo: Social Media)
કિલ (Kill) રાઘવ જુયાલ, લક્ષ્ય અને તાન્યા માનિકતલા સ્ટારર ફિલ્મ કિલ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. તેનું દિગ્દર્શન નિખિલ નાગેશ ભટે કર્યું છે. તેને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મે 21.15 કરોડની કમાણી કરી છે. (Photo: Social Media)