OTT This Week : આ અઠવાડિયું મનોરંજનથી ભરપૂર, ઓટીટી પર આ મુવીઝ અને વેબ સિરીઝ થશે રિલીઝ
OTT This Week : આ અઠવાડિયાની લેટેસ્ટ ઓટીટી રિલીઝની નવી લિસ્ટ આવી ગઈ છે. જેમાં સસ્પેન્સ થ્રિલર્સ, ક્રાઇમ, થ્રિલર, ડ્રામા વેબ સિરીઝ અને મુવીઝ રિલીઝ થઇ રહી છે. જે આખા અઠવાડિયા દરમિયાન તમારું મનોરંજન કરશે. અહીં જુઓ લિસ્ટ
IC 814: ધ કંદહાર હાઇજેક (IC 814: The Kandahar Hijack) (NETFLIX) : IC 814: ધ કંદહાર હાઇજેક સિરીઝ છ-એપિસોડની થ્રિલર ડ્રામા છે. વર્ષ 1999માં 188 લોકોને લઈ જતી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટના હાઈજેક પર આધારિત છે, જેને આતંકવાદીઓએ કબજો કરી લીધો હતો અને તેને અફઘાનિસ્તાનના કંદહાર તરફ વાળવામાં આવ્યું હતું.
અનુભવ સિંહા દ્વારા દિગ્દર્શિત આગામી મીની-સિરીઝ, કેપ્ટન દેવી શરણ અને શ્રીંજોય ચૌધરીની બુક ફ્લાઈટ ઈનટુ ફિયરમાંથી રૂપાંતરિત કરવામાં આવી છે, અને તે ભારત સરકાર અને પ્લેન ક્રૂએ ગંભીર પરિસ્થિતિને કેવી રીતે સંભાળી તેના પર પ્રકાશ પાડ્યો છે. નેટફ્લિક્સ ડ્રામામાં દિયા મિર્ઝા, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર અને વિજય વર્મા છે. આ સીરીઝ નેટફ્લિક્સ પર 29 ઓગસ્ટ 2024 ના રોજ રિલીઝ થશે.
એડમ સેન્ડલર: લવ યુ (Adam Sandler: Love You) (Netflix) : ટાઇટલ મુજબ આ ટીવી પ્રોગ્રામમાં પ્રખ્યાત અમેરિકન અભિનેતા -કોમેડિયન એડમ સેન્ડલર છે. સેન્ડલર સેન્ટરના મંચ પર આવે છે અને તેના જોક્સ, ગીતો અને પાર્ટી-ક્રેશિંગ ડોગ્સ સાથે પ્રેક્ષકોનું મનોરંજન કરે છે.
ગોડઝિલા X કોંગ: ધ ન્યૂ એમ્પાયર (Godzilla X Kong: The New Empire) (Jio Cinema) : કિંગ કોંગ ફ્રેન્ચાઈઝીની 13મી મૂવી, આ રોમાંચક ફ્લિક બે પ્રાચીન ટાઇટન્સની છે જેઓ એકબીજા સાથે જોડાયેલા છે. તે જ સમયે વૈજ્ઞાનિકોનું એક ગ્રુપ સમગ્ર ગ્રહને નષ્ટ કરી શકે તેવા પ્રચંડ ખતરા સાથે કામ કરતી વખતે સ્કલ આઇલેન્ડ સાથેના તેના જોડાણને ઉઘાડી પાડવાનો પ્રયાસ કરે છે.
ઇંટ્રોગેશન (Interrogation) (ZEE5) : ઇંટ્રોગેશન એક આકર્ષક અને તીવ્ર રોમાંચક મુવી છે જે તમને અંત સુધી સ્ક્રીન પર જકડી રાખશે. ઇંટ્રોગ્રેશન મુવી એક નિવૃત્ત ન્યાયાધીશની હત્યાથી શરૂ થાય છે, જે ટૂંક સમયમાં જટિલ તપાસમાં ફેરવાય છે જ્યારે તેના નજીકના સહયોગીઓ, મુખ્ય શંકાસ્પદ પણ, તેમના નિવેદનોથી કેસને જટિલ બનાવે છે. આ ફિલ્મમાં દર્શન જરીવાલા, રાજપાલ યાદવ, ગિરીશ કુલકર્ણી અને યશપાલ શર્મા મુખ્ય ભૂમિકામાં છે.
મુર્શીદ (Murshid) (ZEE5) : મુર્શીદ વેબ સિરીઝમાં કે કે મેનન મુખ્ય ભૂમિકામાં છે જે ગેંગસ્ટર છે. જે એક ગેંગસ્ટર જેણે બોમ્બે પર ઘણા વર્ષો સુધી શાસન કર્યું હતું અને જ્યારે તેનો જૂનો વિરોધી તેના પુત્રને ઘાતક કાવતરામાં ફસાવે છે ત્યારે તેની નિવૃત્તિમાંથી બહાર આવવાની ફરજ પડી હતી. જૂના અને નવા દુશ્મનોથી ઘેરાયેલો, શું પઠાણ અંડરવર્લ્ડના નવા લેન્ડસ્કેપમાં નેવિગેટ કરી શકશે અને તેના પુત્રને બચાવી શકશે?