જગુઆર, ઓડી, મારુતિ, જાણો પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પાસે કઈ-કઈ છે કાર
Parineeti Chopra Raghav Chadha Wedding: અભિનેત્રી પરિણીતી ચોપરા- રાઘવ ચઢ્ઢાના લગ્નની વિધિ ઉદયપુરના લીલા પેલેસમાં કરવામાં આવી રહી છે. આ લગ્નમાં બોલિવૂડ સેલેબ્સ સહિત ઘણા નેતાઓ હાજરી જોવા મળી છે
પરિણીતી-રાઘવ વેડિંગઃ બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા 24 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાઇ જશે. લગ્નની વિધિ ઉદયપુરના લીલા પેલેસમાં કરવામાં આવી રહી છે. આ લગ્નમાં બોલિવૂડ સેલેબ્સ સહિત ઘણા નેતાઓ હાજરી જોવા મળી છે.
2011માં રિલીઝ થયેલી ફિલ્મ 'લેડીઝ વર્સીસ રિકી બહલ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર પરિણીતી ચોપરા ગ્લેમરસ અને લક્ઝુરિયસ લાઈફ જીવે છે. જ્યારે રાઘવ ચઢ્ઢા મધ્યમ વર્ગનું જીવન જીવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિણીતી ચોપરાની કુલ સંપત્તિ 60 કરોડ રૂપિયા છે. બીજી તરફ, નોમિનેશનમાં આપવામાં આવેલી એફિડેવિટ મુજબ, રાઘવ ચઢ્ઢા પાસે 36 લાખ રૂપિયાની સંપત્તિ છે. (તસવીરો - સોશિયલ મીડિયા)