Parineeti Raghav Wedding Photos: ચોપરા VS ચઢ્ઢા વચ્ચે ક્રિકેટ મેચ, જાણો કોણ જીત્યું?
Parineeti Raghav wedding photo : હાલમાં જ પરિણીતી ચોપરાએ પ્રી-વેડિંગ ફંક્શનની તસવીર શેર કરી છે. વેડિંગ ફંક્શન શરૂ થતા પહેલા ટીમ ચઢ્ઢા અને ટીમ ચોપરા વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી.
ટીમ બ્રાઈડની ટી-શર્ટમાં પરિણીતી ચોપરા જોવા મળી રહી છે. જ્યારે રાઘવ ચઢ્ઢા ટીમ ગ્રૂમની ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. મ્યુઝિકલ ચેરથી લઈને લેમન રેસ સુધી… બંને પરિવારો વચ્ચે ઘણી કોમ્પિટિશન થઈ છે.
આ દરમિયાન રાઘવ ચઢ્ઢાની ટીમ તરફથી વર્લ્ડ કપ ચેમ્પિયન હરભજન સિંહ રમતા જોવા મળ્યો હતો. પરંતુ તસવીરોમાં પરિણીતી ચોપરા તેને પોતાની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.
પરિણીતી ચોપરાએ તસવીરોની સાથે ખૂબ જ ક્યૂટ કેપ્શન પણ લખ્યુ છે. જેમાં તેણે ફેન્સને દરેક મેચ વિશે જણાવ્યું. સાસુએ કેવી રીતે વિકેટ લઈને મેચ જીતી તેના વખાણ પણ કર્યા.
ટીમ ચઢ્ઢા અને ટીમ ચોપરા વચ્ચે કોણ જીત્યું, તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ આ તસવીરમાં પરિણીતી ચોપરા તેના વર દુલ્હે રાજા રાઘવ ચઢ્ઢાનો હાથ ઊંચો કરતી જોવા મળી રહી છે.
પ્રિયંકા ચોપરા બહેન પરિણીતી ચોપરાના લગ્નમાં આવી ન હતી. પરંતુ તેની માતા મધુ ચોપરાએ આ દરમિયાન ખૂબ જ એન્જોય કર્યું છે. આ તસવીરો વાયરલ થઈ રહી છે. (All Photo Parineeti chopra Insta)