-
શાહરૂખ ખાન, જોન અબ્રાહમ તથા દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ આગામી 25 જાન્યુઆરીના સિનેમાધરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને લઇને વિદેશમાં લોકોમાં ભારે ઉત્સાહ છે. એડવાન્સ બુકિંગ મામલે પઠાણે સાઉથ સૂપરહિટ ફિલ્મ KGFનો રેકોર્ડ તોડ્યો છે.
આવો જાણીએ વિદેશમાં બંપર કમાણી કરનાર શાહરૂખ ખાનની ટોપ 9 ફિલ્મોના નામ. -
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ 2013 રિલીઝ થઇ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ કુલ 423 કરોડ રૂપિયાનું કલેક્શન હતું.
-
વર્ષ 2014માં આવેલી શાહરૂખ ખાનની હેપ્પી ન્યૂ યરએ દુનિયાભરમાં 408 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
-
શાહરૂખ ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ રાવન વર્ષ 2011માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ પણ લગભગ 207 કરોડનો વેપાર કરવામાં સફળ રહી હતી.
-
ઝીરો ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે 191.44 કરોડનો વેપાર કર્યો હતો.
-
શાહરૂખ અને કાજોલ સ્ટારર ફિલ્મ માય નેમ ઈઝ ખાન (2010) 285 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો.
-
શાહરૂખ ખાન અને કાજોલ અભિનિત ફિલ્મ દિલવાલે વર્ષ 2015માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે અંદાજે 400 કરોડોનો વેપાર કરી લીધો હતો. આ ફિલ્મમાં શાહરૂખ-કાજોલ સિવાય વરૂણ ધવન અને ક્રિતિ સેનન પણ મહત્વની ભૂમિકામાં હતા.
-
ડોન 2 વર્ષ 2011માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી, 280 કરોડની કમાણી કરી હતી.
-
શાહરૂખ ખાન અને કૈટરીના કૈફની આ ફિલ્મ વર્ષ 2012માં જોવા મળી હતી. આ ફિલ્મે પણ લગભગ 211 કરોડ રૂપિયાનો સુધીનો વેપાર કર્યો હતો.
