-
પઠાણ આગમી 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ વચ્ચે ગુજરાતમાં મલ્ટીપ્લેક્સના માલિકોને બજરંગદળનો ભય સતાવી રહ્યો છે.
-
ગુજરાતમાં થિયેટરોના માલિકને ફિલ્મ પઠાણની સ્ક્રિનિંગ ના કરવા માટે થોડા દિવસ પહેલાં અમદાવાદ ખાતે સ્થિત આલ્ફા વન મોલમાં તોડફોડ કરી ધમકી આપી હતી.
-
આપને જણાવી દઇએ કે, પઠાણનું ટ્રેલર રિલીઝ થયા બાદ લોકમુખે એ પણ ચર્ચા થઇ રહી હતી કે, શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચે બધુ બરાબર નથી. બીજી તરફ પઠાણના ટ્રેલરમાં જોનને બહુ ઓછી વાર માટે દેખાડવામાં આવ્યો છે.
-
બજરંગ દળની ધમકીને પગલે મલ્ટીપ્લેક્સના માલિકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને મદદ કરવા માટે અપીલ કરી છે.
-
આપને જણાવી દઇએ કે આવતીકાલથી (20 જાન્યુઆરી) ના રોજ ભારતમાં પઠાણના એકડવાન્સ બુકિંગ શરૂ થશે. ત્યારે વિદેશમાં તો ‘પઠાણ’ના એડવાન્સ બુકિંગે સાઉથ સૂપરહિટ ફિલ્મ KGFનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે સવાલ એ છે કે, શાહરૂખ ખાનની આ ફિલ્મ સૂપરહિટ જશે? કારણ કે આ ફિલ્મને લઇને ઘણો વિરોધ થઇ રહ્યો છે.
-
‘પઠાણ’ના બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરી હતી, ત્યારથી આ વિવાદ સર્જાયો હતો, પણ હજુ આ મામલો શાંત થવાને બદલે ઉગ્ર જ બનતો જાય છે. એવામાં ગઇકાલે (18 જન્યુઆરી)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બીજેપીના નેતાઓને પઠાણ બાબતે ખોટી ટિપ્પણી કરવાથી સચેત રહેવા જણાવ્યું હતું.
