બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આજે તેનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે.બોલિવૂડની જેમ જ પ્રિયંકાએ હોલિવૂડમાં પણ પોતાના અભિનયથી પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.પ્રિયંકાની આજે ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે.અભિનેત્રીની સાથે પ્રિયંકા એક બિઝનેસ વુમન પણ છે.અભિનયની સાથે સાથે તે પોતાના બિઝનેસમાંથી કરોડોની કમાણી કરે છે.પ્રિયંકાની કુલ સંપત્તિ 620 કરોડ છે. તેની મોટાભાગની કમાણી ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી થાય છે.પ્રિયંકા બોલીવુડની એક ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા અને હોલીવુડની વેબ સિરીઝના એક એપિસોડ માટે 2 કરોડ રૂપિયા લે છે.પ્રિયંકાએ ઘણી બ્રાન્ડ્સની પણ એડ કરી છે, જેના માટે તે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.પ્રિયંકાએ હેર કેર બ્રાન્ડ અનોમલી જેવી બ્રાન્ડ માટે એડ કરી છે.પ્રિયંકા પોતાનું પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ પિક્ચર્સ પણ ચલાવે છે.તેના પ્રોડક્શન હાઉસે 'વેન્ટિલેટર' અને 'ધ સ્કાય ઇઝ પિંક' જેવી ફિલ્મો બનાવી છે.આ સિવાય પ્રિયંકાએ 2021માં ન્યૂયોર્કમાં નવી ભારતીય રેસ્ટોરન્ટ 'સોના' ખોલી છે. અને 2022 માં, તેણે હોમવેર બ્રાન્ડ 'સોના હોમ' પણ લોન્ચ કરી.પ્રિયંકલાને લક્ઝરી વાહનોનો ખૂબ શોખ છે.તેની પાસે રૂ. 2.5 કરોડની રોલ્સ રોયસ, રૂ. 1.1 કરોડની મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ અને પોર્શે, મર્સિડીઝ બેન્ઝ ઇ ક્લાસ અને BMW જેવા લક્ઝરી વાહનો છે.