Priyanka Chopra : પ્રિયંકા ચોપરા બર્થ ડે। મિસ વર્લ્ડથી લઇ પદ્મશ્રી સુધી અસંખ્ય સિદ્ધિઓ મેળવી, ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર ઇન્ડિયન એકટ્રેસ
Priyanka Chopra Birthday : પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ 2000 સ્પર્ધાની વિજેતા છે. તે ભારતની ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે તેણે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને પાંચ ફિલ્મફેર પુરસ્કારો સહિત અસંખ્ય સિદ્ધિઓ હાંસિલ કરી છે.
દેશી ગર્લ તરીકે ઓળખાતી પ્રિયંકા ચોપરા બૉલીવુડની જાણીતી એકટ્રેસ છે. તે એકટ્રેસ એક પ્રોડ્યુસર પણ છે.પ્રિયંકા મિસ વર્લ્ડ 2000 સ્પર્ધાની વિજેતા છે. તે ભારતની ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે તેણે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને પાંચ ફિલ્મફેર પુરસ્કારો સહિત અસંખ્ય સિદ્ધિઓ હાંસિલ કરી છે.
એકટ્રેસનો જન્મ બિહારના જમદેશપુરમાં 18 જુલાઈ 1982 ના રોજ થયો હતો, એકટ્રેસ તેનો 42 મોં જન્મદિવસ ઉજવી રહી છે.વર્ષ 2016 માં, ભારત સરકારે એકટ્રેસને પદ્મશ્રીથી સન્માનિત કરી હતી અને ટાઈમ્સએ તેને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન આપ્યું હતું.
વર્ષ 2018 માં ફોર્બ્સે પ્રિયંકાને વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન આપ્યું હતું.એકટ્રેસે અભિનયની શરૂઆત તમિલ ફિલ્મ થમીઝાન (2002) થી કરી હતી. ત્યારબાદ તેની પ્રથમ બોલીવુડ ફીચર ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય (2003) માં જોવા મળી હતી.
તેણે બોક્સ-ઓફિસ હિટ અંદાજ (2003) અને મુઝસે શાદી કરોગી (2004) માં મુખ્ય મહિલાની ભૂમિકા ભજવી હતી અને 2004ની રોમેન્ટિક થ્રિલર એતરાઝમાં તેની બ્રેકઆઉટ ભૂમિકા હતી . ચોપરાએ વર્ષ 2018માં અમેરિકન ગાયક અને અભિનેતા નિક જોનાસને ડેટ કરવાનું શરૂ કર્યું. જોનાસે ગ્રીસના ક્રેટમાં તેના જન્મદિવસના એક દિવસ પછી 19 જુલાઈ 2018ના રોજ તેને પ્રપોઝ કર્યું હતું.
ડિસેમ્બર 2018 માં કપલે લગ્ન કર્યા હતા, જાન્યુઆરી 2022 માં, દંપતીને સરોગસી દ્વારા બાળકી માલતીને જન્મ આપ્યો હતો.વર્ક ફ્રન્ટની વાત કરીયે તો મીડિયાના અહેવાલ અનુસાર પ્રિયંકા બૉલીવુડ ફિલ્મ કલ્પના ચાવલાની બાયોપિકમાં જોવા મળશે, ફિલ્મ ડિસેમ્બર 2025 માં રિલીઝ થશે.