Pushpa 2 Release Date : અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ 15 ઓગસ્ટ રિલીઝ થશે કે નહિ? જાણો
Pushpa 2 Release Date : ફિલ્મ નિર્માતાઓએ વારંવાર પુષ્ટિ કરી હતી કે પુષ્પા 2 (Pushpa 2) મુવી 15 ઓગસ્ટ, 2024 ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. જેમાં અલ્લુ અર્જુન પુષ્પા રાજ તરીકે પરત ફરશે.
અલ્લુ અર્જુન (Allu Arjun) અભિનિતી સુકુમારની ડાયરેસીટેડ ફિલ્મ પુષ્પા: ધ રાઇઝ ની રીલીઝ પછી પ્રેક્ષકો દ્વારા ખુબજ વખાણવામાં આવી હતી. આ ફિલ્મ કોવિડ સમયમાં સ્મેશ હિટ બની હતી અને તેની સિક્વલ પુષ્પાઃ ધ રૂલ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે.
ફિલ્મ નિર્માતાઓએ વારંવાર પુષ્ટિ કરી હતી કે પુષ્પા 2 (Pushpa 2) મુવી 15 ઓગસ્ટ, 2024 ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. જેમાં અલ્લુ અર્જુન પુષ્પા રાજ તરીકે પરત ફરશે. જો કે, તાજેતરમાં વિશેષ રૂપે જાણવા મળ્યું છે કે પુષ્પા 2 હવે સત્તાવાર રીતે મુલતવી રાખવામાં આવી છે.
પુષ્પા 2 ફિલ્મ ડિસેમ્બર 2024 માં રિલીઝ થઇ શકે : સૂત્રોના જણાવ્યા અનુસાર, પુષ્પા 2 હવે 15 ઓગસ્ટ, 2024 સ્વતંત્રતા દિવસના રોજ રિલીઝ થશે નહીં. પુષ્પામાં વિલંબ વિશે ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. ત્યારે તેઓએ આખરે રિલીઝની તારીખ મુલવતી રાખી છે અને નવી તારીખની સત્તાવાર જાહેરાત એક કે બે દિવસમાં કરવામાં આવે તેવી અપેક્ષા છે.
અલ્લુ અર્જુન , સુકુમાર અને મૈત્રી હવે ડિસેમ્બર મહિનામાં તેમના એક્શનર ફિલ્મ લાવવાનું વિચારી રહ્યા છે. પુષ્પા 2 ટીમ ઘણી તારીખ પર વિચાર કરી રહી છે જેમાં દશેરા 2024, ડિસેમ્બર 2024 અને પોંગલ 2025નો સમાવેશ થાય છે.
અહીં જણાવી દઈએ કે, પુષ્પા: ધ રાઇઝ 17 ડિસેમ્બર, 2021 ના રોજ રિલીઝ થઈ હતી, અને સિક્વલની સમયરેખા પણ સમાન છે. પુષ્પા 2 માં અલ્લુ અર્જુન અને ફહદ ફાસિલ સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અત્યાર સુધી, ટીમ પુષ્પાએ એક ટીઝર અને બે ગીતો લોન્ચ કર્યા છે.
પુષ્પા 2 માં રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે. સિક્વલ મુખ્યત્વે અલ્લુ અર્જુન અને ફહદ ફાસિલ વચ્ચેના સંઘર્ષ પર દર્શાવવામાં આવશે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.