51 વર્ષની ઉંમરે રામ કપૂરે ઘટાડ્યું 42 કિલો વજન, નવો લૂક જોઈ પ્રશંસકો ચકિત થઇ ગયા
Ram Kapoor Transformation: 'કસમ સે', 'બડે અચ્છે લગતે હૈં' જેવી ઘણી સિરીયલોમાં દેખાઈ ચૂકેલા એક્ટર રામ કપૂર હાલમાં ચર્ચામાં છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેમનું અદભૂત ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે
Ram Kapoor Transformation: ટીવી શો 'કસમ સે', 'બડે અચ્છે લગતે હૈં' અને 'ઘર એક મંદિર' જેવી ઘણી સિરીયલોમાં દેખાઈ ચૂકેલા એક્ટર રામ કપૂર હાલમાં ચર્ચામાં છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેમનું અદભૂત ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. (Photo Credit: Ram Kapoor/Insta)
રામ કપૂરે 42 કિલો વજન ઘટાડ્યું છે, જે પછી ચાહકો તેમના લુકને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત છે. સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરતી વખતે અભિનેતાએ લખ્યું, હાય મિત્રો, ઇન્સ્ટા પર ટૂંકી ગેરહાજરી માટે માફ કરશો. હું પોતાના પર ઘણું કામ કરી રહ્યો હતો. (Photo Credit: Ram Kapoor/Insta)
આ પછી અભિનેતાએ બીજી તસવીર શેર કરી છે, જેમાં તે પોતાની પત્ની ગૌતમી કપૂર સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટાની ઉપર લખેલું છે કે મેં 42 કિલો વજન ઘટાડ્યું છે. અભિનેતાનો આ લુક ઘણો પસંદ આવી રહ્યો છે અને ચાહકોએ પણ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. (Photo Credit: Ram Kapoor/Insta)
કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે આટલું સ્લિમ ટ્રિમ, ફિટ એન્ડ ફાઈન. જ્યારે બીજાએ લખ્યું કે લવલી ટ્રાન્સર્ફોમેશન મિસ્ટર કપૂર, ખરેખર પ્રેરણાદાયક. બીજાએ લખ્યું કે તમે ખૂબ સારા દેખાઈ રહ્યા છો. આ ફોટોએ ઈન્ટરનેટ પર હલચલ મચાવી છે. જોકે આ પહેલીવાર નથી, તેમણે પહેલા પણ વજન ઘડાટ્યું છે. (Photo Credit: Ram Kapoor/Insta)
આ પહેલા પણ વર્ષ 2019માં રામ કપૂરે પોતાના ટ્રાન્સફોર્મેશનથી લોકોને ચોંકાવી દીધા હતા. તે સમયે અભિનેતાએ 30 કિલો વજન ઘટાડ્યું હતું. તે સમયે પોતાના ડાયટ વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું હતું કે તેણે ઈન્ટરમિટેટ ફાસ્ટિંગ ડાયેટ કર્યું હતું. (Photo Credit: Ram Kapoor/Insta)
રામ કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેમણે નાના પડદાની સાથે સાથે મોટા પડદા ઉપર પણ ઘણું કામ કર્યું છે. તે 'સ્ટુડન્ટ ઑફ ધ યર', 'હમશકલ', 'કાર્તિક કૉલિંગ કાર્તિક' સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. (Photo Credit: Ram Kapoor/Insta)