Rashmika Mandanna Deepfake Video: કોણ છે એ છોકરી જેના ચહેરા પર રશ્મિકા મંદાનાનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો હતો?
હાલમાં સોશિયલ મીડિયા પર એક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રશ્મિકા મંદાના બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ વીડિયો જોયા પછી કોઈપણ વ્યક્તિ છેતરાઈ શકે છે. આ વીડિયો જોયા બાદ અમિતાભ બચ્ચન સહિત અનેક બોલિવૂડ સેલેબ્સે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

આ સિવાય ખુદ રશ્મિકા મંદન્નાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'તે દુઃખી છે કે લોકો ટેક્નોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે જેના કારણે આપણે બધા કેટલા સુરક્ષિત છીએ.'
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ઝારા પટેલ નામની એક છોકરી છે, જેના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે અને તેના પર રશ્મિકા મંદાનાનો ચહેરાને સુપર ઈમ્પોઝ કરવામાં આવ્યો છે.