Rhea Singha Miss Universe India 2024: રિયા સિંઘા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 તાજ જીતી ગુજરાતનું નામ કર્યુ રોશન
Rhea Singha Miss Universe India 2024: રિયા સિંઘા મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ જીત ગુજરાતનું નામ રોશન કર્યું છે. માત્ર 16 વર્ષની વયે મોડેલિંગ શરૂ કરનાર અમદાવાદની યુવતી રિયા સિંઘા હવે મિક્સિકોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મિસ યુનિવર્સ 2024 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
મિસ યુનિવર્સનો તાજ પહેર્યા બાદ રિયા સિંઘાએ પણ ખુશી વ્યક્ત કરી છે. એએનઆઈ સાથે વાત કરતા તેણે કહ્યું કે આજે તેણે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 નો ખિતાબ જીત્યો છે. આ માટે તેઓ ખૂબ જ આભારી છે. રિયા સિંઘાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે આ તબક્કે પહોંચવા માટે સખત મહેનત કરી છે. એટલું જ નહીં, રિયાએ એમ પણ કહ્યું હતું કે તે પોતાને આ તાજને લાયક ગણી શકે છે. તે અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છે. (Photo: singha.rhea)
ઉર્વશી રૌતેલાએ રિયા સિઘાને પહેરાવ્યો તાજ રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 જીત્યા બાદ ઉર્વશી રૌતેલાએ તાજ પહેરાવ્યો હતો. ઉર્વશી રૌતેલાએ 10 વર્ષ પહેલા આ તાજ જીત્યો હતો. તે 2015માં મિસ યુનિવર્સ ઇન્ડિયા બની હતી. આ વખતે અભિનેત્રી જજ તરીકે આ કાર્યક્રમમાં પહોંચી હતી અને જીત બાદ તેણે પોતાના હાથે રિયા સિંઘાના માથા આ તાજ સજાવ્યો હતો. આ સમય દરમિયાન અભિનેત્રી ખૂબ જ ખુશ દેખાઈ હતી. (Photo: singha.rhea)
મીડિયા સાથે વાત કરતાં તેણે રિયા સિંઘાને પણ પ્રોત્સાહન આપ્યું હતું અને કહ્યું હતું કે તે પણ બધી છોકરીઓ જેવી જ લાગણી અનુભવી રહી છે. તેને આશા હતી કે આ વર્ષે ભારતમાં મિસ યુનિવર્સનો તાજ ફરી આવશે. તેમણે અન્ય તમામ સ્પર્ધકોની મહેનતના પણ વખાણ કર્યા હતા. (Photo: singha.rhea)
રિયા સિંઘા કોણ છે? મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીતનાર રિયા સિંઘા ગુજરાતની છે. રિયા સિંઘે માત્ર 19 વર્ષની વયે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 બની સમગ્ર ભારતમાં ગજરાતનું નામ રોશન કર્યું છે. આ બ્યુટી કોમ્પિટિશનમાં 51 ફાઈનલિસ્ટમાં રિયા સંઘા પ્રથમ આવી છે. તો પ્રાંજલ પ્રિયા ફર્સ્ટ રનર અપ અને છવિ વર્ગ સેકન્ડ રનર અપ બન્યા છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 40 હજારથી વધુ ફોલોઅર્સ છે. તસવીરોમાં તે પોતાની બોલ્ડનેસ અને સુંદરતાને લઇને ચર્ચામાં રહે છે. ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. (Photo: singha.rhea)
રિયા સિંઘા ગુજરાત અમદાવાદ કનેક્શન મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો તાજ જીનાર રિયા સિંઘા ગુજરાતની છે અને એક જાણીતી મોડલ એક્ટ્રેસ પણ છે. એક મીડિયા રિપોર્ટ અનુસર રિયા સિંઘા ગુજરાતના અમદાવાદમાં રહે છે. તેના પિતા બ્રિજેશ સિંઘા બિઝનેસમેન છે અને eStore ફેક્ટરીના ડિરેક્ટર છે. માતાનું નામ રીટા સિંઘા છે. રિયા સિંઘા અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે. (Photo: singha.rhea)
રિયા સિંઘા - મિસ ટીન ગુજરાત રિયા સિંઘાએ માત્ર 16 વર્ષની વયે મોડેલિંગ કરિયર શરૂ કર્યું અને દિવા મિસ ટિન ગુજરાત (Diva’s Miss Teen Gujarat) નો ખિતાબ જીત્યો હતો. તેણે સ્પેન મેડ્રેડમાં મિસ ટીન યુનિવર્સ 2023માં પણ ભાગ લીધો હતો અને 25 સ્પર્ધકોમાંથી ટોપ 6 નંબર પર આવી હતી. ત્યારબાદ એપ્રિલ 2023માં તે મુંબઈમાં JOY ટાઈમ્સ ફ્રેશ ફેસ સીઝન 14માં રનર-અપ આવી હતી. આ કોમ્પિટિશનમાં 19 સ્પર્ધક હતા. (Photo: singha.rhea)