Shah Rukh Khan : શાહરૂખ ખાન ફરી આ અપકમિંગ મુવીમાં સ્ક્રીન ગજવશે
Shah Rukh Khan : શાહરૂખ ખાન આ દિવસોમાં તેની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની મેચને લઈને ચર્ચામાં છે. દરમિયાન, અભિનેતાએ તેની આગામી ફિલ્મ વિશે પણ ખુલાસો કર્યો છે.
હાલમાં કિંગ ખાન પોતાની આઈપીએલ ટીમ કેકેઆર ને ચિયર કરતો જોવા મળે છે. વર્ષ 2023 કિંગ ખાન માટે ખૂબ જ ખાસ રહ્યું છે. હવે શાહરૂખ ખાન આ દિવસોમાં તેની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની મેચને લઈને ચર્ચામાં છે. દરમિયાન, અભિનેતાએ તેની આગામી ફિલ્મ વિશે પણ ખુલાસો કર્યો છે.
શાહરૂખે ખુલાસો કર્યો હતો કે તે જૂનમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. તેણે એ પણ ખુલાસો કર્યો છે કે ત્રણ ફિલ્મો પછી તેણે બ્રેક લીધો હતો કારણ કે તે થોડો આરામ કરવા માંગતો હતો.
કિંગ ખાને ગયા વર્ષે 2023માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’માં સિદ્ધાર્થ આનંદ સાથે કામ કર્યું હતું. શાહરૂખ ખાને આગામી ફિલ્મના નામ અંગે કંઈપણ જાહેર કર્યું નથી.