Navratri Day 7 Colour Royal Blue: આ બોલિવૂડ દિવાઓથી પ્રેરિત થાઓ અને સ્ટાઈલ સાથે રોયલ બ્લુને ફ્લોન્ટ કરો
Shardiya Navratri Day 7 Colour : નવરાત્રીના સાતમા દિવસે, શાહી બ્લ્યુ કલરની સ્ટાઇલમાં ઉજવણી કરો! બોલિવૂડ દિવાઓ પાસેથી પ્રેરણા લો કારણ કે તેઓ અદભૂત શાહી બ્લ્યુ આઉટફિટ પહેરે છે, આ તહેવારની સિઝનમાં તમારા માટે યોગ્ય છે.
નવરાત્રી તહેવાર (festival) હવે 3 દિવસ પૂરો થઇ જશે. ખેલૈયાઓ નવલી નવરાત્રી દરમિયાન ગરબા રમીને ખુબજ આનંદ કરે છે. નવરાત્રી માટે ખાસ આઉટફિટ અને જવેલરી પસંદ કરે છે, આજે નવરાત્રિ (Navratri) નો 7મો દિવસ દેવી કાલરાત્રીને સમર્પિત છે જે દેવી દુર્ગાનું વિનાશક સ્વરૂપ છે. આ દિવસે બ્લ્યુ કલર શુભ ગણાય છે જે ઊંડાણ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે.
પરંતુ શું તમે હજી પણ મૂંઝવણમાં છો કે શું પહેરવું? તો ચિંતા કરશો નહીં, અહીં તમને કેટલાક અદ્ભુત સેલિબ્રિટી-પ્રેરિત બ્લ્યુ આઉટફિટ લુક (blue outfit look) આપ્યા છે જે તમારી છેલ્લી મિનિટના પ્લાન માટે સરળ છે. અહીં જાણો કેવી રીતે બોલિવૂડ સેલિબ્રિટીના આઉટફિટને ક્લાસી ફિટમાં ફેરવ્યા.
આલિયા ભટ્ટ બ્લ્યુ આઉટફિટ : આલિયા ભટ્ટ ફ્લોય ફિટ અને લૂઝ લોન્ગ સ્લીવ્ઝ સાથે તેના કફ્તાનમાં ખૂબસૂરત દેખાય છે. અદભૂત ડ્રેસમાં પેટર્ન અને કેટલાક પીળા અને ગુલાબી જોવા મળે છે, જે તમારા આગામી નવરાત્રી લુક માટે યોગ્ય પસંદગી હોઈ શકે છે.
આલિયા ભટ્ટ બ્લ્યુ આઉટફિટ : જવેલરીમાં આલિયા ભટ્ટે તેના આઉટફિટને હેંગિંગ ઓક્સિડાઇઝ્ડ ઇયરિંગ્સ અને રિંગ્સ સાથે જોડી અને તેના લુકને કંપ્લીટ ટ્રેડિશનલ ટચ આપીને કપાળ પર નાની બિંદી પસંદ કરી હતી. એકટ્રેસે ઓપન હેર પસંદ કરી છે, તમે આ લુક માટે એક્સેસરીઝમાં તમે સાદા ઓક્સિડાઇઝ્ડ નેકલેસ અને રાઉન્ડ ઇયરિંગ્સ પણ પહેરી શકો છો.
રશ્મિકા મંડન્ના બ્લ્યુ આઉટફિટ : રશ્મિકા મંદાના તેના ગ્રાઉન્ડ એટીટ્યુડ અને સ્ટાઇલિશ લુક માટે જાણીતી છે, તેણે પરફેક્ટ નવરાત્રી લુક આપ્યો છે. અભિનેત્રીએ છટાદાર બ્લ્યુ કો-ઓર્ડ સેટ પહેરીને તેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આ આઉટફિટમાં પ્રિન્ટેડ ક્રોપ ટોપ અને બ્લુ કેપ સાથે હાઈ વેઈસ્ટ પલાઝો પહેર્યો છે.
રશ્મિકા મંડન્ના બ્લ્યુ આઉટફિટ : એક સ્પેશિયલ ટચ ઉમેરવા માટે એકટ્રેસે તેના હેરને સોફ્ટ કર્લ્સ સાથે ઓપન રાખ્યા છે અને મિનમલ એક્સેસરીઝ સાથે લુક કંપ્લીટ કર્યો છે. રશ્મિકા એક પરફેક્ટ ફેસ્ટિવલ માહોલને લઈને લોન્ગ ઈયરિંગ્સ પસંદ કરી છે. તેની સુંદરતામાં વધારો કરવા માટે મેકઅપમાં બ્રાઉન લિપ શેડ, આય્બ્રોઝ અને સ્મોકી આંખો કરી છે, જે યોગ્ય ગ્લેમર ઉમેરે છે. જો તમને પણ ટ્રેડિશનલ સાથે કંઈક મોડર્ન લુક અપનાવો છે તો આ આઉટફિટ તમારા માટે યોગ્ય ગ્રેબ બની શકે છે. તમે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી પણ પસંદ કરી શકો છો, જે નવરાત્રિની કંપ્લીટ અનુભૂતિ આપે છે.
જાન્હવી કપૂર બ્લ્યુ આઉટફિટ : જાન્હવી કપૂર બ્લ્યુ કો-ઓર્ડ સેટમાં મોર્ડન વાઇબ્સ આપે છે. અભિનેત્રી તેના પ્રિન્ટેડ ક્રોપ ટોપ સાથે મેચિંગ પેન્ટ અને લોન્ગ કેપમાં એલિગન્ટ લાગે છે. વાઈડ લેગ અને કેપની ફ્લોય પેટર્ન સરળ સ્ટાઇલ માટે યોગ્ય છે. અભિનેત્રી સોફ્ટ કર્લ્સ અને મીડીયમ હેંગિંગ ઈયરિંગ્સ પસંદ કરીછે. તેણે સિમ્પલ રેડ લિપસ્ટિક અને સ્મોકી બ્રાઉઝ સાથે સોફ્ટ મેકઅપ કર્યો છે જે તેને નવરાત્રિની ચમક માટે યોગ્ય બનાવે છે.
જાન્હવી કપૂર બ્લ્યુ આઉટફિટ : એડિશનલ નવરાત્રી ટચ માટે તમે ચોકર નેકપીસ સાથે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી અથવા હેંગિંગ ઇયરિંગ્સ પણ પસંદ કરી શકો છો. આ ત્રણ આઉટફિટ તમારા આગામી નવરાત્રિ લુક તમે ચોક્કસપણે અજમાવી શકો છો.