Shreyas Talpade : બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને 47 વર્ષની વયે હાર્ટ એટેક, આ સેલેબ્સને પણ નાની વયે ગંભીર સર્જરીમાંથી પસાર થવું પડ્યું
આજે જાણીએ આવી જ કેટલીક સેલિબ્રિટીઓ વિશે જેઓ નાની ઉંમરમાં હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા. જો કે, તેમાંથી કેટલાકને પુનર્જીવિત કરવામાં આવ્યા હતા જ્યારે અન્યોએ નાની ઉંમરે દુનિયા છોડી દીધી હતી.
બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે (47)ને ગઈકાલે એટલે કે 14મી ડિસેમ્બરની સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. તેણે આખો દિવસ તેની આગામી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'નું શૂટિંગ કર્યું. આ પછી તેને એટેક આવ્યો અને તે બેભાન થઈ ગયો.
શ્રેયસની મુંબઈના અંધેરી વેસ્ટની બેલેવ્યુ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હવે તેની સ્થિતિ સ્થિર છે. આજે જાણીએ આવી જ કેટલીક સેલિબ્રિટીઓ વિશે જેઓ નાની ઉંમરમાં હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા. જો કે, તેમાંથી કેટલાકને પુનર્જીવિત કરવામાં આવ્યા હતા જ્યારે અન્યોએ નાની ઉંમરે દુનિયા છોડી દીધી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તલપડે આખો દિવસ એકદમ ઠીક હતો. શૂટિંગ પછી તે સેટ પર બધા સાથે મજાક કરતો હતો. કેટલાંક દૃશ્યો પણ શૂટ કરવામાં આવ્યાં હતાં જેમાં થોડી એક્શન હતી. શૂટિંગ પૂરું કર્યા પછી તે સાંજે ઘરે ગયો અને તેની પત્નીને કહ્યું કે તે અસ્વસ્થતા અનુભવી રહ્યો છે.
સુષ્મિતા સેનને પણ ફેબ્રુઆરી 2023માં હાર્ટ એટેક આવ્યો હતો. 47 વર્ષની ઉંમરે તેણીએ એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. સુષ્મિતા સેને પોતે પોતાના એક ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં ખુલાસો કર્યો હતો કે તેના હૃદય તરફ જતી મુખ્ય ધમનીમાં 95% બ્લોકેજ છે.
અભિનેતા સિદ્ધાર્થ શુક્લાને 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો હતો. તેને મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 2 સપ્ટેમ્બર 2021ના રોજ તેમનું અવસાન થયું.
2022માં અભિનેતા સુનીલ ગ્રોવરને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમયે તેની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી અને 3 ફેબ્રુઆરી 2022ના રોજ તેને રજા આપવામાં આવી હતી. હાર્ટ એટેક સમયે સુનીલ 45 વર્ષનો હતો.
કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારનું 29 ઓક્ટોબરે 46 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. પુનીત રાજકુમારને સવારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, ત્યારબાદ તેને ગંભીર હાલતમાં બેંગલુરુની વિક્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ફેમસ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસોઝાને 45 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો હતો. 2020 માં, તેમને હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ પછી, તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી.
મંદિરા બેદીના પતિ અને નિર્દેશક-નિર્માતા રાજ કૌશલનું 49 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. 30 જૂન 2021 ના રોજ, તેમને હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેમનું અવસાન થયું.
કન્નડ અભિનેતા ચિરંજીવી સરજાનું પણ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેઓ 39 વર્ષના હતા. તેણે શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી. આ પછી તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેમણે 7 જૂન, 2020 ના રોજ આ દુનિયા છોડી દીધી.