Sonakshi Sinha | સોનાક્ષી સિંહાએ પ્રેગ્નન્સી અફવાઓ પર તોડ્યું મૌન
Sonakshi Sinha | બોલિવૂડ કપલ સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને ઝહીર ઈકબાલે (Zaheer Iqbal) આ વર્ષે 23 જૂનના રોજ એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તાજેતરમાં અભિનેત્રીએ પ્રેગ્નેન્સી અફવાઓ પર મૌન તોડ્યું હતું.
બોલિવૂડ કપલ સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને ઝહીર ઈકબાલે (Zaheer Iqbal) આ વર્ષે 23 જૂનના રોજ એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તાજેતરમાં અભિનેત્રીએ પ્રેગ્નેન્સી અફવાઓ પર મૌન તોડ્યું હતું, તેણે રમૂજી રીતે કહીને દૂર કરી, "મૈં બસ મોટી હો ચૂકી હુ." તેના હળવા પ્રતિભાવે અફવાઓને શાંત કરી દીધી હતી.
તેણે મજાક પણ કરી કે કેવી રીતે કોઈએ ઝહીર ઈકબાલને અભિનંદન આપ્યા હતા અને ઉમેર્યું કે તેઓ તેમના લગ્ન પછીથી ટ્રાવેલિંગ કરવામાં અને લંચ અને ડિનરમાં હાજરી આપવામાં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે અન્ય કંઈપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય નથી.
તેણે એ પણ શેર કર્યું કે તેમના કૂતરા સાથેના ફોટાએ વિચિત્ર રીતે અફવાઓને વેગ આપ્યો હતો. કપલ સંમત થયા કે ઇન્ટરનેટની કલ્પના ગજબ ચાલે છે, અને કપલે મજાક અને હળવાશથી લઈને અફવાઓને ફગાવી દીધી છે.
તાજેતરમાં ઝહીર ઈકબાલનો જન્મદિવસ પર ફેમિલી સાથે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં તેની પત્ની સોનાક્ષી સિંહા, તેના માતા-પિતા શત્રુઘ્ન અને પૂનમ સિંહા, સુપ્રસિદ્ધ રેખા અને ઝહીરના પિતા ઉપસ્થિત રહ્યા હતા. સેલિબ્રેશનના એક વિડિયોમાં ઝહીર તેની કેક કાપી રહ્યો હતો જ્યારે સોનાક્ષી તેની બાજુમાં હસ્તી દેખાઈ હતી.