Sunil Shetty: આથિયાના લગ્નની તસવીરો શેર કરીને પિતા સુનીલ શેટ્ટીની આંખો થઇ ભીંની
Sunil Shetty: સુનીલ શેટ્ટીએ દીકરી આથિયા શેટ્ટીના ક્રિકેટર કેએલ રાહુલ સાથે ખંડાલાવાલા બંગલામાં ખુબ જ શાનદાર રીતે લગ્ન કર્યા છે. હવે સુનીલ શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઇમોશલ પોસ્ટ કરીને તસવીરો શેર કરી છે.
સુનીલ શેટ્ટીએ તેની પુત્રી આથિયા શેટ્ટીના લગ્નની નવી તસવીરો શેર કરી છે. અન્નાએ આથિયાના લગ્નની કેટલીક પ્રેમાળ પળો તેના ચાહકો સાથે શેર કરી છે. ચાહકો આ ફોટો પર પ્રેમ વરસાવી રહ્યા છે. (Photo source sunil shetty instagram)
આ તસવીરમાં આથિયા તેની માતા અને પિતા સુનીલ શેટ્ટીને ભાવુક બનીને આલિંગન કરી રહી છે. સુનીલ શેટ્ટી અને તેની પત્ની તેમની પુત્રીને પ્રેમથી ચુંબન કરી રહ્યાં છે. આ ભાવનાત્મક ક્ષણને વધુ સારી બનાવી. સુનીલ શેટ્ટીએ ફોટો શેર કરતી વખતે વ્હાઇટ હાર્ટ ઇમોજી બનાવ્યું છે. (Photo source sunil shetty instagram)
સુનીલ શેટ્ટીએ દીકરી આથિયા શેટ્ટીના ક્રિકેટર કેએલ રાહુલ સાથે ખંડાલાવાલા બંગલામાં ખુબ જ શાનદાર રીતે લગ્ન કર્યા છે. (Photo source athiya shetty instagram)
ઉલ્લેખનીય છે કે, આ નવદંપતીએ ઘણા વર્ષો સુધી એક બીજાને પારખ્યા બાદ લગ્ન કરાૃવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે, ક્રિકેટર કેએલ રાહુલ કુલ 80 કરોડના સંપત્તિનો માલિક છે. (Photo source athiya shetty instagram)