Taapsee Pannu : તાપસી પન્નુ સાડીમાં રમી હોકી, ઓલિમ્પિક 2024 ના પતિ મેથિયાસ બો સાથે ફોટા કર્યા શેર
Taapsee Pannu : તાપસી પન્નુ (Taapsee Pannu) પેરિસના તેના પતિ મેથિયાસ બો (mathias boe) સાથેના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. અભિનેત્રીએ તાજેતરમાં ઓલિમ્પિકના ફોટાઓનો એક સેટ શેર કર્યો જેમાં તે મેથિયાસ બો સાથે પીળી સાડીમાં હોકી રમતી જોઈ શકાય છે.
તાપસી પન્નુ (Taapsee Pannu) પેરિસના તેના પતિ મેથિયાસ બો (mathias boe) સાથેના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. અભિનેત્રીએ તાજેતરમાં ઓલિમ્પિકના ફોટાઓનો એક સેટ શેર કર્યો જેમાં તે મેથિયાસ બો સાથે પીળી સાડીમાં હોકી રમતી જોઈ શકાય છે.
તાપસી પન્નુએ રવિવારે ભારતની રાષ્ટ્રીય રમત રમતી અને ટીમ માટે વિશેષ મેસેજ લખતા, તેના પતિ સાથે ફોટા શેર કર્યા હતા, ફોટામાં, તાપસી પટ્ટાવાળી ટી-શર્ટ અને બૂટ સાથે પીળી સાડી પહેરેલી જોઈ શકાય છે. અભિનેત્રીએ બંગડીઓ, કાનની બુટ્ટીઓ અને સનગ્લાસ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તે તેના પતિ સાથે પોઝ આપ્યો હતો, જે કેઝ્યુઅલ પોશાકમાં જોઈ શકાય છે.
અન્ય એક પોસ્ટમાં, અભિનેત્રીએ ઓલિમ્પિક્સ પેરિસ 2024 રૂબરૂ જોવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. લખે છે કે 'ઓલિમ્પિકમાં કેટલો સુંદર તેજસ્વી દિવસ હતો. અને પેરિસથી નીકળતા પહેલા કેવી મજાની રમત જોઈ. પેરિસમાં લગભગ એક અઠવાડિયું સ્પોર્ટ્સ જોવામાં પસાર કરવાનો આ ખરેખર જીવનભરનો અનુભવ રહ્યો છે.
તે જ પોસ્ટમાં એકટ્રેસે ખુલાસો કર્યો કે 'હવે કામ પર પાછા જઈ રહ્યા છીએ કારણ કે મારી લગભગ 2 વર્ષની મહેનત કરેલ ફિલ્મો ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે, જે બેક ટુ બેક રિલીઝ થશે.'
તાપસીએ સાડીમાં સજ્જ પેરિસની મુલાકાતના કેટલાક ફોટા શેર કર્યા છે. અભિનેત્રી તેના પતિને સપોર્ટ કરવા પેરિસમાં હતી, જેણે ભારતીય પુરુષોની ડબલ જોડી, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને કોચિંગ આપ્યું છે. ટીમ ઈન્ડિયા માટે ચીયર કરતી અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.