Tabu Return Hollywood: બોલિવૂડ અભિનેત્રી તબ્બૂના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. તબ્બૂ 12 વર્ષ પછી હોલિવૂડમાં પરત ફરી છે. એક્ટ્રેસ હવે ઓસ્કર વિનિંગ ફિલ્મ ફ્રેંચાઇઝી 'ડ્યૂન'ની પ્રિવકલમાં જોવા મળશે. જાણો એક્ટ્રેસના પાત્ર વિશે.
Tabu In Hollywood Series Dune: તબસ્સુમ ફાતિમા હાશ્મી. આ તે એક્ટ્રેસનું પૂરું નામ છે, જેને આપણે તબુ (Tabu) તરીકે ઓળખીએ છીએ. તબુ એ એક્ટ્રેસ પૈકી એક છે, જેણે જે પણ ફિલ્મો કરી છે એમાં પોતાની અભિનયશક્તિ સાબિત કરી છે. તબુએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 38 વર્ષ આપ્યાં છે. તે શબાના આઝમીની ભત્રીજી છે. કોરોના મહામારીના લોકડાઉન પછી તબ્બૂએ ધમાકેદાર કમબેક કર્યું છે.
Tabu Dune Prophecy: કોરોના પછી તેણીની ખુફીયા મુવી, ક્રૂ વગેરે સફળ ફિલ્મો રિલીઝ થઇ હતી. હાલમાં તબ્બૂના ફેન્સ માટે ખુશખબરી છે. એવા સમાચાર સામે આવ્યાં છે કે, તબ્બૂ 12 વર્ષ પછી ફરી હોલિવૂડમાં કામ કરશે.
Tabu Dune Prophecy: ખરેખર તો ઓસ્કર વિનિંગ ફિલ્મ ફ્રેંચાઇઝી 'ડ્યૂન'ની પ્રિવકલ બનવાની છે. આ વેબ સિરીઝમાં તબ્બૂને કાસ્ટ કરવામાં આવી છે. તબ્બૂ આ પહેલાં હોલિવૂડમાં 'બે પ્રોજેક્ટ ધ નેમસેક' અને 'લાઈફ ઓફ પાઇ'માં કામ કરી ચૂકી છે.
Tabu Dune Prophecy: 'ડ્યૂન' વેબ સિરીઝમાં તબ્બૂ સિસ્ટર ફ્રેંચેસ્કાના પાત્રમાં જોવા મળશે. આ વિશે એવી માહિતી સામે આવી છે કે, તાકતવર, ઇન્ટેલિજન્ટ અને આકર્ષક સિસ્ટર ફ્રેંચેસ્કાને જોનારા ક્યારેય તેના ઇમ્પ્રેશનને ભૂલી શક્તા નથી.
Tabu Dune Prophecy: વર્ષ 2012માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ 'લાઇફ ઓફ પાઇ' 2012માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં તબ્બૂ સાથે આદિલ હુસૈન, ઇરફાન ખાન, સુરજ શર્મા સ્ક્રીન પર સાથે જોવા મળ્યા હતા. ફિલ્મ 'લાઇફ ઓફ પાઇ' 4 ઓસ્કર એવોર્ડ જીતી ચૂક્યો છે.
Tabu Dune Prophecy: લોકડાઉન પછી બોલિવૂડ અભિનેત્રી તબ્બૂ ભૂલ ભૂલૈયા 2, દ્રશ્યમ 2, ભોલા અને ક્રૂમાં જોવા મળી હતી. આ ત્રણેય મુવી સુપરહિટ રહી અને બોક્સ ઓફિસ પર તગ઼ડી કમાણી કરી હતી. તબ્બૂના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે અજય દેવગણ સાથે 'ઔરો મેં કહા દમ થા'મુવીમાં નજર આવશે.