Tamannaah Bhatia : આજ કી રાત ફેઇમ તમન્ના ભાટિયા બર્થ ડે નેટવર્થ સહિત બધું જ જાણો
Tamannaah Bhatia Movies : અભિનેત્રી તમન્ના ભાટિયા 2024ના વર્ષમાં ચર્ચા રહી છે. ‘સ્ત્રી-2’ તેનું ગીત ‘આજ કી રાત મજા હુસ્ન કા…’ ઈન્ટરનેટ પર છવાઈ ગયું હતું. તમન્ના ભાટિયા તેના રિલેશનશિપના કારણે પણ ચર્ચામાં છે
Tamannaah Bhatia : અભિનેત્રી તમન્ના ભાટિયા 2024ના વર્ષમાં ચર્ચા રહી છે. ‘સ્ત્રી-2’ તેનું ગીત ‘આજ કી રાત મજા હુસ્ન કા…’ ઈન્ટરનેટ પર છવાઈ ગયું હતું. આ સોંગમા તમન્નાએ શાનદાર ડાન્સથી લોકોને પ્રભાવિત કર્યા હતા. આ સોંગ આજના યુવા વર્ગને એ હદે પસંદ આવ્યું હતું કે, લોકોએ આ સોંગને જોવાના મામલે એક રેકોર્ડ પણ બનાવી દીધો છે. (Pics : tamannaahspeaks/ insta)
તમન્ના ભાટિયા બર્થ ડે : તમન્ના ભાટિયાનો જન્મ 21 ડિસેમ્બર 1989માં થયો હતો. બે દિવસ પછી તેનો બર્થ ડે આવી રહ્યો છે. તોનો જન્મ મહારાષ્ટ્રમાં સિંધી પરિવારમાં થયો છે. (Pics : tamannaahspeaks/ insta)
અત્યાર સુધીમાં આ સોંગ પર 500 મિલિયનથી વધારે વ્યૂઝ આવી ચુક્યા છે અને લોકો હાલમાં પણ તેને જોઈ રહ્યા છે જેના કારણે સતત તેના વ્યૂઝમાં વધારો થઈ રહ્યો છે. (Pics : tamannaahspeaks/ insta)
તમન્ના ભાટિયા લવ સ્ટોરી : બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા તેના રિલેશનશિપના કારણે પણ ચર્ચામાં છે. વિજય વર્મા અને તમન્ના ભાટિયા છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં વિજયે તેના અને તમન્નાના બોન્ડિંગ વિશે વાત કરી હતી.(Pics : tamannaahspeaks/ insta)
તમન્ના ભાટિયા વિવાદ : તમન્ના ભાટીયા હાલમાં એક મોટી મુશ્કેલીમાં મુકાઇ હતી. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેત્રીનું નામ સંડોવાયું છે. તમન્ના ભાટીયની ગુવાહાટીની ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. અભિનેત્રીની આ પૂછપરછ મોબાઇલ એપના પ્રમોશનના સંદર્ભમાં કરવામાં આવી હતી. (Pics : tamannaahspeaks/ insta)
તમન્ના ભાટિયા ફિલ્મ : તમન્ના ભાટિયા તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તમન્ના ભાટિયાએ 2005થી ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. બાહુબલીથી વધારે લોકપ્રિય બની હતી. 85થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી તમન્નાએ ઘણા એવોર્ડ જીત્યા છે.(Pics : tamannaahspeaks/ insta)
તમન્ના ભાટિયા નેટવર્થ : મીડિયા રિપોર્ટ પ્રમાણે તમન્ના ભાટિયાની નેટવર્થ લગભગ 110 કરોડની આસપાસ છે. એક ફિલ્મ માટે 4-6 કરોડ રૂપિયા લે છે. તમન્નાને કારનો ખૂબ શોખ છે. તેમની પાસે 'BMW 5 સિરીઝ', 'લેન્ડ રોવર ડિસ્કવરી' અને 'મર્સિડીઝ બેન્ઝ' જેવી લક્ઝરી કાર છે. આ કારોની કિંમત કરોડોમાં છે.(Pics : tamannaahspeaks/ insta)