IMDb 2024 list : ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb)એ હાલમાં જ 2024ના મોસ્ટ પ્રોપ્યુલર ઇન્ડિયન સ્ટાર્સની યાદી જાહેર કરી છે. આ વાર્ષિક યાદીએ ઘણાને ચોંકાવી દીધા છે. એનિમલ ફેમ અભિનેત્રી તૃપ્તિ ડિમરી શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, પ્રભાસને પછાડીને પ્રથમ સ્થાને રહી છે.
તૃપ્તિ ડિમરી : તૃપ્તિ ડિમરી IMDb ના 2024ના સૌથી લોકપ્રિય સ્ટાર્સની યાદીમાં ટોચ પર છે. તૃપ્તિ ડમરી પોતાની ફિલ્મ એનિમલ પછી ભારતમાં હોટ ફેવરિટ બની ગઇ છે. અભિનેત્રીને ઘણી ફિલ્મોની ઓફર મળી રહી રહી છે અને સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિયતા ઘણી વધારે છે. તેની પાસે આ વર્ષે ભૂલ ભુલૈયા 3 અને બેડ ન્યૂઝ જેવી ફિલ્મો હતી.
દીપિકા પાદુકોણ : થોડા દિવસો પહેલા જ નવી મમ્મી દીપિકા પાદુકોણ આ યાદીમાં બીજા ક્રમે આવે છે. તે આ વર્ષે ફાઈટર ફિલ્મમાં જોવા મળી હતી. તે ઘણી ચર્ચામાં પણ હતી કારણ કે તેણે તેના પતિ રણવીર સિંહ સાથે પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું.
ઐશ્વર્યા રાય બચ્ચન : ઐશ્વર્યા રાય બચ્ચનની આ વર્ષે એક પણ ફિલ્મ રિલીઝ થઇ નથી છતાં તે ઘણી ચર્ચામાં છે. ઐશ્વર્યા અને તેના અભિનેતા પતિ અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓ પણ ઘણી ચાલી રહી છે. આ અહેવાલોને કારણે હેડલાઇન્સ બની હતી.
સામંથા રૂથ પ્રભુ : સામંથા રૂથ પ્રભુ આઠમા ક્રમે રહી હતી. તે પ્રાઇમ વીડિયો પર વેબ સિરીઝ સિટાડેલ: હની બન્નીમાં વરુણ ધવન સાથે અભિનય કર્યો હતો. આ વર્ષે તેનું અંગત જીવન પણ ચર્ચામાં હતું.
આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટ 9મા સ્થાને રહી હતી. તેની ફિલ્મ જીગરા ચાહકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ અભિનેતા-પતિ રણબીર કપૂર અને પુત્રી રાહા કપૂર સાથેનું તેણીનું અંગત જીવન તેના ચાહકોને હંમેશા આકર્ષિત કરે છે.