બિગ બોસ ઓટીટી 3 વિનર ટ્રોફી માટે સના મકબૂત અને નેઝી દાવેદારી કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં સના મકબૂલ બિગ બોસ ઓટીટી 3ની મજબૂત કન્ટેસ્ટન્ટ માનવામાં આવે છે. સના મકબૂત એક માત્ર એવી સ્પર્ધક છે જે પહેલાથી કહેતી આવી છે કે તે જ બિગ બોસ ઓટીટી 3 વિનર બનશે. (Photo: @divasana)
બિગ બોસ ઓટીટી 3 ફાઈનલ કન્ટેસ્ટન્ટ સના મકબૂલને રણવીર શૌરી, સાઇ કેતન રાવ અને અરમાન મલિકને પસંદ કરતી નથી. અન્ય સ્પર્ધકોએ સના મકબૂલનો અટીટ્યૂડ ખોટો ગણાવ્યો તો કોઇએ તેમના કામ સામે વાંધો ઉઠાવ્યો હતો. (Photo: @divasana)
અરમાન મલિકે કહ્યુ હતુ કે, સના મકબૂલ પોતાનું ડુબેલું કરિયર લઇ શોમાં આવી છે. અલબત્ત તેણે આ સાથે લવકેશ, વિશાલનું પણ નામ લીધુ હતુ. તેણે કહ્યુ હતુ કે, તેમન ખબર નથી કે સના મકબૂલ કઇ ટીવી સિરિયલમાં આવે છે. (Photo: @divasana)
તમને જણાવી દઇયે કે સના મકબૂતે કરિયરની શરૂઆતમાં મોડલિંગ કરી હતી અને ફેમસ એક્ટ્રેસ છે. સના મકબૂત જો કિતની મોહબ્બત છે, ઇસ પ્યાર કો ક્યા નામ દૂં, વિશ જેવી સિરિયલમાં દેખાઇ ચૂકી છે. (Photo: @divasana)
સના મકબૂલ ફેમિના મિસ ઈન્ડિયામાં પણ ભાગ લઇ ચૂકી છે, જ્યાં તે મિસ બ્યૂટીફુલ સ્માઇલ નો ટાઇટલ જીતી ચૂકી છે. તેની નેટવર્થની વાત કરીયે તો રિપોર્ટમાં જણાવ્યું છે કે, સના પાસે 2 કરોડ રૂપિયાની સંપત્તિ છે. (Photo: @divasana)
સના મકબૂલની પર્સનલ લાઇફની વાત રીયે તો મીડિયા રિપોર્ટ મુજબ તે બિઝનેસ મેન શ્રીકાંત બુરેડી ને ડેટ કરી રહી છે. બંને લાંબા સમયથી રિલેશનશીપમાં છે. (Photo: @divasana)
બિગ બોસ ઓટીટી 3માં આવવાની પહેલા રૂમર્ડ બોયફ્રેન્ડ શ્રીકાંત બુરેડી એ સનાના બર્થડે પર એક ગ્રાન્ડ પાર્ટી રાખી હતી, જેમાં ઈન્સ્ટ્રીઝના ઘણા સેલિબ્રિટી આવ્યા હતા. (Photo: @divasana)