Year Ender 2024 | રકૂલ પ્રીત સિંહથી લઈને સોનાક્ષી સિંહા સુધી, આ વર્ષે આ બોલીવુડ સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા
Year Ender 2024 | ડિસેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે, આ વર્ષના બોલીવુડના ઘણા સિતારાઓ લગ્નના બંધનમાં બાંધ્યા છે. અહીં વર્ષ 2024 ઘણી સેલિબ્રિટીઓ માટે મોટા ફેરફારોનું વર્ષ રહ્યું છે અહીં જુઓ લિસ્ટ ક્યા સેલિબ્રિટીઝએ આ વર્ષે કર્યા લગ્ન
ડિસેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે, આ વર્ષના બોલીવુડના ઘણા સિતારાઓ લગ્નના બંધનમાં બાંધ્યા છે. અહીં વર્ષ 2024 ઘણી સેલિબ્રિટીઓ માટે મોટા ફેરફારોનું વર્ષ રહ્યું છે અને અંગત જીવનમાં આ વર્ષ તેમના માટે સુંદર યાદોથી ભરેલું રહ્યું છે. આ વર્ષે ઘણા સિતારાએ લગ્ન કર્યા છે,
વર્ષનો પ્રારંભ આમિર ખાનની પુત્રી આયરા ખાનના લગ્નથી થયો હતો. આયરાએ 3 જાન્યુઆરી 2024ના રોજ ફિટનેસ કોચ નુપુર શિખરે સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પછી 10 જાન્યુઆરી, 2024 ના રોજ યુગલે ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. આ પછી તેમના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં યોજાયું હતું.
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. બંનેએ 21 ફેબ્રુઆરી 2024ના રોજ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. રકુલ અને જેકીના લગ્નમાં તેમના પરિવારના સભ્યો અને મિત્રો ઉપરાંત ઘણા પ્રખ્યાત સેલેબ્સ પણ સામેલ થયા હતા.
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે પણ આ વર્ષે એકબીજાનો હાથ પકડી લીધો છે. સપ્ટેમ્બરમાં બંનેએ ટ્રેડિશનલ વિધિથી લગ્ન કર્યા હતા. તેઓએ તેમના લગ્ન ખૂબ જ ગુપ્ત રીતે કર્યા હતા. અદિતિના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ વર્ષે તે હીરામંડી સિરીઝમાં બિબ્બોજન તરીકે જોવા મળી હતી.
અભિનેતા પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ માર્ચમાં લગ્ન કર્યા હતા. બંનેએ દિલ્હીમાં લગ્ન કર્યા હતા. લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.
જૂન મહિનો સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ માટે ખુશીઓ લઈને આવ્યો હતો. આ કપલે 23 જૂને નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં રજીસ્ટર મેરેજ કર્યા હતા. આ પછી લગ્નનું રિસેપ્શન આપવામાં આવ્યું હતું.
નાગા ચૈતન્યએ ડિસેમ્બર મહિનામાં જીવનની નવી શરૂઆત કરી છે. તેણે અભિનેત્રી શોભિતા ધુલીપાલા સાથે ટ્રેડિશનલ વિધિથી લગ્ન કર્યા. આ કપલે 4 ડિસેમ્બર 2024ના રોજ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા.