Shivangi joshi : સોની ટિવીની લોકપ્રિય સીરિયલ બરસાતએ ના સ્ટાર શિવાંગી જોશી અને કુશાલ ટંડન ટૂંક સમયમાં સગાઇ કરશે તેવા સમાચારે જોર પકડ્યું છે. આ સિરિયલમાં બંનેની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. શિવાંગી જોશી અને કુશાલ ટંડન વચ્ચે ઉંમરમાં મોટો તફાવત છે.
સોની પર આવતો આ શો ફેબ્રુઆરીમાં બંધ થઈ ગયો હતો. શોના સેટ પર જ બન્ને નજીક આવ્યાં હતાં અને ત્યારથી તેઓ રિલેશનમાં ગંભીર છે અને સેટલ થવાની પણ ઇચ્છા છે એવી વિગતો પ્રાપ્ત છે
જો કે બંનેએ આ અંગે ક્યારેય કોઇ પ્રતિક્રિયા આપી નથી. શિવાંગીના અગાઉ ‘બાલિકા વધૂ 2’ના કો-સ્ટાર રણદીપ રાય સાથે રિલેશન હોવાની ચર્ચા હતી. જો કે પછી તેઓએ જણાવ્યું હતું કે, તેઓ સારા મિત્ર છે. તો કુશાલ ટંડનનું નામ પણ ગૌહર ખાન સાથે ચર્ચામાં આવ્યું હતું
કુશાલ ટંડનની વાત કરીએ તો તે પણ કરોડોની સંપત્તિનો માલિક છે. કુશાલ ટંડન 20 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. કુશાલ ટંડન પાસે મર્સિડિઝ, BMW, Audi જેવી લકઝરી કાર છે