આ અભિનેત્રીના કારણે અર્જુન કપૂર અને મલાઈકાનું બ્રેકઅપ થયું? આવી છે હોટનેસ, જુઓ ફોટા
Kusha Kapila : પ્રખ્યાત યુટ્યુબર કુશા કપિલાનું નામ ઘણા સમયથી બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર સાથે જોરશોરથી ચર્ચામાં છે. તેવામાં હાલમાં જ અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું બ્રેક અપ થઇ ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે તેમનું બ્રેક અપ થવા અંગે કુશા કપિલાએ પ્રતિક્રિયા આપી છે.
કુશા કપિલાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અર્જુન અને હું એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની વાતો અફવા છે.
એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કુશા કપિલાએ કહ્યું કે, 'મને નથી લાગતું કે લોકો હંમેશા અમારા વિશે સારું બોલશે, અમારા વખાણ કરશે. લોકો તમારા વિશે શું વિચારે છે તે તમે નિયંત્રિત કરી શકતા નથી.'
વધુમાં કુશા કપિલાએ કહ્યું હતું કે, હું જાણું છું કે હું જાહેર વ્યક્તિ છું. લોકો મારા વિશે આગળ અને પાછળ વાત કરશે. તેથી લોકો મારા વિશે શું કહે છે તે હું નક્કી મારી હાથની વાત નથી.'
આ ઉપરાંત કુશાએ કહ્યું કે, લોકો બંને રીતે વાત કરે છે. ત્યારે હું એવી વ્યક્તિ બનવા માંગતી નથી કે, જે 50 વર્ષની વયે એવું અનુભવે કે જીંદગી જીવી નથી. તેથી મને જે ગમે છે તે મેં કર્યું છે અને તે ચાલું રાખશે.
કુશાએ 26 જૂન 2023ના રોજ તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા. તેણીએ છ વર્ષનો સંબંધ સમાપ્ત કર્યો છે. આ પછી, એવી અફવાઓ છે કે તે અને અર્જુન કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેણે હવે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.