/indian-express-gujarati/media/media_files/2025/12/30/cars-with-air-purifier-features-2025-12-30-19-27-06.jpg)
Cars With air purifier Features : એર પ્યુરીફાયર ફીચર્સ વાળી કાર. Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2025/12/30/cars-1-2025-12-30-19-27-24.jpg)
Top 5 Cars with Air Purifier in India : ભારતમાં એર પ્યુરીફાયર ફીચર્સથી સજજ ટોપ 5 કાર
દેશમાં હવા પ્રદૂષણ સતત વધી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વાયુ પ્રદૂષણ સતત ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. જેમને દરરોજ ઘરની બહાર નીકળવું પડે છે તેમના પર હવા પ્રદૂષણની સૌથી વધુ ખરાબ અસર થાય છે. ઘરમાં શુદ્ધ હવા માટે એર પ્યુરીફાયર વાપરી શકાય છે, તેવી જ રીતે હવે કારમાં પણ એર પ્યુરીફાયર ફીચર્સ ઉપલબ્ધ છે. અહીં ઓછા બજેટમાં એર પ્યુરીફાયર ફીચર્સ સાથે ઉપલબ્ધ ટોપ 5 કાર વિશે જાણકારી આપી છે, જે તમારી મુસાફરીને આરામદાયક અને આરોગ્યપ્રદ બનાવે છે.
/indian-express-gujarati/media/media_files/2025/12/30/nissan-magnite-xv-1-2025-12-30-19-31-52.jpg)
Nissan Magnite XV : નિસાન મેગ્નાઈટ એક્સવી
નિસાન મેગ્નાઇટ તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેલ્યૂ ફોર મની એસયુવી કાર છે. કંપનીએ ઓપ્શનલ ટેક પેક હેઠળ એર પ્યુરિફાયરનો વિકલ્પ આપ્યો છે, જે એક્સવી વેરિઅન્ટથી ઉપલબ્ધ છે. મુખ્ય ફીચર્સ : એર પ્યુરિફાયર્સ, વાયરલેસ ચાર્જર, જેબીએલ પ્રીમિયમ સ્પીકર, એમ્બિએન્ટ લાઇટિંગ, એલઇડી સ્કફ પ્લેટ્સ અને પુડલ લેમ્પ્સ, ટેક પેકની કિંમત: 38,698 રૂપિયા, એક્સ-શોરૂમ કિંમત: 7.81 લાખ રૂપિયાથી શરૂ.
/indian-express-gujarati/media/media_files/2025/12/30/renault-kiger-2025-12-30-19-33-36.jpg)
Renault Kiger : રેનો કિગર
રેનો કાઇગર એક બજેટ ફ્રેન્ડલી કોમ્પેક્ટ એસયુવી છે, જેમા RXT(O) વેરિઅન્ટમાં બિલ્ટ-ઇન પીએમ 2.5 એર ફિલ્ટર આવે છે. મુખ્ય ફીચર્સ : પીએમ 2.5 એર ફિલ્ટર, 8 ઇંચની ટચસ્ક્રીન (એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે), 7 ઇંચની ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ અને ક્રૂઝ કંટ્રોલ, કિંમત એક્સ શોરૂમ : 5.64 લાખ રૂપિયાથી 10.09 લાખ રૂપિયા.
/indian-express-gujarati/media/media_files/2025/12/30/hyundai-i20-2025-12-30-19-34-19.jpg)
Hyundai i20 : હ્યુન્ડાઇ આઈ20
હ્યુન્ડાઇ i20 પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં એક લોકપ્રિય કાર છે. તેમાં Oxypure એર પ્યુરિફાયર અને AQI ઇન્ડિકેટર ફેક્ટરી ફીટ કરવામાં આવી છે. મુખ્ય ફીચર્સ : Oxypure ટેકનોલોજી, AQI ઇન્ટિકેટર, એર પ્યુરિફાયર કપ હોલ્ડરમાં ફિટ છે, એક બટન સંચાલિત, કિંમત એક્સ શોરૂમ : 6.91 લાખ થી 11.40 લાખ રૂપિયા.
/indian-express-gujarati/media/media_files/2025/12/30/hyundai-venue-sx-plus-dct-2025-12-30-19-36-21.jpg)
Hyundai Venue SX Plus DCT : હ્યુન્ડાઇ વેન્યૂ એસએક્સ પ્લસ ડીસીટી
હ્યુન્ડાઇ વેન્યુનું SX Plus DCT વેરિઅન્ટ ઓક્સિપ્યુર એર પ્યુરિફાયર દ્વારા સંચાલિત છે, જે એક એક્સટર્નલ યુનિટ છે. મુખ્ય ફીચર્સ : Oxypure એર પ્યુરિફાયર, i20 જેવી ઓપરેશનલ સિસ્ટમ, કોમ્પેક્ટ એસયુવી ડિઝાઇન, પેટ્રોલ અને ડીઝલ એન્જિન વિકલ્પો, કિંમત એક્સ શોરૂમ : 6.99 લાખ રૂપિયાથી 11.80 લાખ રૂપિયા.
/indian-express-gujarati/media/media_files/2025/12/30/kia-sonet-htx-plus-2025-12-30-19-37-11.jpg)
Kia Sonet HTX Plus : કિયા સોનેટ HTX પ્લસ
કિયા સોનેટ HTX પ્લસ એસયુવીમાં ઇનબિલ્ટ એર પ્યુરિફાયર અને AQI ડિસ્પ્લે મળે છે, જે સેન્ટર આર્મરેસ્ટમાં આપવામાં આવ્યું છે. મુખ્ય ફીચર્સ : ઇનબિલ્ટ એર પ્યુરિફાયર, AQI ડિસ્પ્લે, કિયા UVO Connect ટેકનોલોજી, મોબાઇલ અને સ્માર્ટવોચ થી કન્ટ્રોલ, કિંમત એક્સ શોરૂમ : 6.89 લાખ થી 13.55 લાખ રૂપિયા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us