/indian-express-gujarati/media/media_files/2026/01/02/winter-travel-destinations-2026-01-02-16-19-35.jpg)
Winter Travel Destinations : શિયાળામાં ફરવાના પ્રવાસ સ્થળ. Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2026/01/02/trip-plan-2026-01-02-16-19-45.jpg)
Winter Travel Destinations : શિયાળામાં ફરવાના સ્થળો
શિયાળો ફરવા માટે સૌથી ઉત્તમ સમય હોય છે. શિયાળાનું ઠંડુ વાતાવરણ, ઓછી ભીડ અને સુખદ હવામાન પ્રવાસને યાદગાર બનાવે છે. જો તમે પરિવાર, પાર્ટનર કે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અહીં જાન્યુઆરીના ટોપ 5 ટ્રાવેલ ડેસ્ટિનેશન વિશે જાણકારી આપી છે,
/indian-express-gujarati/media/media_files/2026/01/02/kutch-rann-utsav-2026-2026-01-02-16-20-30.jpg)
કચ્છ રણોત્સવ : Kutch Rann Utsav 2026
કચ્છનું રણોત્સવ જાન્યુઆરીની ઠંડીમાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. ચંદ્રના અજવાળામાં કચ્છનું મીઠાનું સફેદ રણ ચંદ્ર હોવાનો આભાસ કરાવે છે. કચ્છની લોક સંસ્કૃત્તિ, ભૂંગામાં રહેવાનો અનુભવ અને પરંપરાગત ભોજનનો સ્વાદ પ્રવાસને યાદગાર બનાવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/02/jaipur-amer-fort-2026-01-02-16-21-06.jpg)
જયપુર : Jaipur
રાજસ્થાનનું પાટનગર જયપુર તેના રાજશાહી કિલ્લા, મહેલ. ઇતિહાસ અને સંસ્કૃતિ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આમેર ફોર્ટ, હવા મહલ, આલ્બર્ટ હોલ મ્યુઝિયમ સહિત ઘણી ઐતિહાસિક ઇમારતો જોવાલાયક છે. અહીં શિયાળાની ઠંડીમાં માણવા લાયક હોય છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/02/shimla-manali-trip-2026-01-02-16-21-32.jpg)
શિમલા મનાલી : Shimla Manali
જો તમને હિલ સ્ટેશન પર ફરવાનો અને બરફમાં રમવાનો શોખ હોય તો શિમલા મનાલી જવું જોઇએ. શિયાળામાં અહીં હિમવર્ષા થાય છે. ઉંચા વૃક્ષો, બરફથી ઢંકાયેલા પહાડ, ઠંડી હવા અને સૂર્યાસ્તનો રમણિય નજારો જોવોલાયક હોય છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/02/goa-trip-1-2026-01-02-16-21-51.jpg)
ગોવા : Goa
જો તમને દરિયા કિનારે ફરવાનો શોખો હોય તો ગોવા ઉત્તમ સ્થળ છે. સુંદર અને સ્વચ્છ દરિયા કિનારાના બીચ, ચમકતી રેલી, નારિયેળની ઝાડ પ્રવાસીઓને મોહિત કરે છે. અહીંની નાઇટ લાઇટ માણવાલાયક હોય છે. મિત્રો સાથે ગોવા ફરવાની મજા જ કંઇક અલગ હોય છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/02/munnar-trip-2026-01-02-16-22-10.jpg)
મુન્નાર : Munnar
કુદરતી પ્રેમીઓ માટે કેરળનું મુન્નાર સ્વર્ગ સમાન છે. ચાના બગીચાના ઢોળાવ, વાદળ સાથે વાત કરતા પહાડ, ધુમ્મુસ, શાંત વાતાવરણમાં ચાની સુગંધ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી મૂકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us