/indian-express-gujarati/media/media_files/2026/01/13/uttarayan-health-tips-2026-01-13-12-11-35.jpg)
Uttarayan 2026 Health Tips : ઉત્તરાયણ માટે હેલ્થ ટીપ્સ Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2026/01/13/makar-sankranti-2026-1-2026-01-13-12-11-57.jpg)
Makar Sankranti 2026 : મકરસંક્રાતિ 2026
મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આ તહેવારનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ રહેલું છે. ભારતમાં દર વર્ષે 14 જાન્યુઆરીએ મકરસંક્રાતિનો તહેવાર ઉજવાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/13/uttarayan-2026-kite-festival-2026-01-13-12-12-33.jpg)
Uttarayan 2026 Kite Flying : ઉત્તરાયણ પર પતંગ ચગાવવાનું મહત્વ
મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની પરંપરા છે, ખાસ કરીને ગુજરાતની ઉત્તરાયણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઇ જાય છે. ઉત્તરાયણ પણ પતંગ ચગાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીંત્તર સ્વાસ્થ્ય સમય થઇ શકે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/13/sunscreen-cream-2026-01-13-12-13-41.jpg)
ચહેરા સનસ્ક્રીન ક્રીમ અને હોઠ પર લીપ લોશ લગાવો
ઉત્તરાયણ પર લોકો લાંબા સમય સુધી સૂર્ય પ્રકાશમાં છે. બપોરનો સૂર્ય પ્રકાશ બહુ આકરો હોય છે. આથી ઉત્તરાયણના દિવસે ધાબા પર જવાની પહેલા સારી ક્વોલિટીની સનસ્ક્રીન ક્રીમ લગાવો. તેનાથી ચહેરા અને હાથ પર સૂર્યના હાનિકારક કિરણોની આડ અસર થશે નહીં. તેવી જ રીતે હોઠ પર લીપ લોશન કે લીપ બામ લગાવવું જોઇએ.
/indian-express-gujarati/media/media_files/2026/01/13/sunglasses-2026-01-13-12-14-17.jpg)
આંખોના રક્ષણ માટે સનગ્લાસ ચશ્મા પહેરો
ઉત્તરાયણમાં ધાબા પર હોવ ત્યારે સનગ્લાસ ચશ્મા પહેરવા જરૂરી છે. પતંગ ચગાવતી વખતે નજર ઉપરની તરફ રહે છે, આવી સ્થિતિમાં સૂર્ય પ્રકાશ સીધો આંખ પર ન પડે તેની માટે બ્લેક ચશ્મા પહેરવા જરૂરી છે. ઉપરાંત ઘણા લોકોને સૂર્યના તડકાથી આંખ અંજાઇ જવી કે માથામાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. આથી ઉત્તરાયણ પર ચશ્મા પહેરવા જરૂરી છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/13/health-drink-2026-01-13-12-15-19.jpg)
હેલ્ધી ડ્રિંક પીવો
ઉત્તરાયણના બે દિવસ સુધી લોકો પતંગ ચગાવવામાં એટલકા મશગૂલ હોય છે કે, ખાવા પીવાનું પણ ભાન હોતું નથી. ઉપરાંત લાંબા સમય સુધી સૂર્ય પ્રકાશમાં રહેવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઇ શકે છે. આથી ઉત્તરાયણ પર હેલ્ધી ડ્રિંક્સ જેમ કે લીંબુ શરબત, નારિયેલ પાણી, ફળનો રસ, બીટ જ્યૂસ, આમળાનો રસ વગેરેનું સેવન કરવું જોઇએ.
/indian-express-gujarati/media/media_files/2026/01/13/hand-gloves-2026-01-13-12-15-48.jpg)
હાથમાં મોજા કે બેન્ડેડ પટ્ટી લગાવો
ઉત્તરાયણ પર પતંગની દોરીથી હાથની આંગળી કપાઇ જાય છે. આથી પતંગ ચગાવતી વખતે હાથ મોજા કે આંગળીમાં બેન્ડેડ પટ્ટી લગાવી જોઇએ.
/indian-express-gujarati/media/media_files/2026/01/13/mens-neck-scarf-2026-01-13-12-16-17.jpg)
ગળામાં રૂમાલ બાંધો
ઉત્તરાયણ પર પતંગની દોરીથી ગળું કપાઇ જવાની શક્યતા રહે છે. આથી છોકરાઓએ ગળામાં રૂમાલ બાંધવો કે મફલર પહેરવું જોઇએ. તો યુવતીઓએ ગળામાં દુપટ્ટો પહેરવો જોઇએ.
/indian-express-gujarati/media/media_files/2026/01/13/uttarayan-kite-festival-2-2026-01-13-12-16-42.jpg)
પતંગ ચગાવતી વખતે આટલું ધ્યાન રાખો
ઉત્તરાયણ પર પતંગ ચગાવતી વખતે બહુ સાવધાની રાખવી જરૂરી છે. (1) પતંગ પકડવા માટે દોડવું નહીં, તેમજ ઇલેક્ટ્રિક વાયર કે અન્ય કોઇ વાયરમાં ફસાયેલા પતંગ કાઢવાનો પ્રયાસ ન કરવો. (2) કોઇનો ચાલુ પતંગ તોડવો નહીં (3) રોડ રસ્તા પર પતંગ ચગાવવા નહીં (4) ધાબાની કિનારીની દિવાલની નજીક પતંગ ચગાવવા નહીં (5) નાના છોકરાઓને ધાબા પર એકલા પતંગ ચગાવવા મોકલવા નહીં, ઘરના કોઇ મોટા વ્યક્તિએ સાથે જવું જોઇએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us