/indian-express-gujarati/media/media_files/2026/02/26/chemical-free-organic-holi-colour-2026-02-26-11-59-21.jpg)
Chemical Free Organic Holi Colour Making Tips : હોળી માટે કેમિકલ ફ્રી ઓર્ગેનિક કલર બનાવવાની રીત. Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2026/02/26/holi-2026-organic-colors-2026-02-26-11-59-21.jpg)
હોળીના કેમિકલવાળા કલર ત્વચા માટે હાનિકારક
હોળી ધુળેટી રંગ અને પ્રેમનો તહેવાર છે. આ તહેવાર પર પ્રિયજનોને રંગ લગાવવાની પરંપરા છે. જો કે હાલ બજારમાં વેચાતા કલરમાં કેમિકલ, હેવી મેટલ તત્વો હોય છે, જે ત્વચા અને આંખ માટે હાનિકારક હોય છે. આવા કેમિકલવાળા કલરથી સ્કીન એલર્જી, આંખોમાં બળતરા જેવી સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિમાં હોળી ધુળેટી પર કેમિકલ ફ્રી ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરવો જોઇએ.
/indian-express-gujarati/media/media_files/2026/02/26/herbal-holi-colours-2026-02-26-11-59-21.jpg)
હોળી માટે કેમિકલ ફ્રી ઓર્ગેનિક કલર બનાવવાની રીત
હોળી માટે કેમિકલ ફ્રી ઓર્ગેનિક કલર બનાવવા લીલા શાકભાજી, ફુલ અને મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચીજો ઘરમાં જ સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ રંગ માનવ શરીર અને પર્યાવરણ માટે સુરક્ષિત હોય છે. સૌથી ખાસ વાત એ છે કે, ઓર્ગેનિક કલર બનાવવાનો સામાન બહુ જ સસ્તો હોય છે અને શરીરને પણ કોઇ નુકસાન થતું નથી.
/indian-express-gujarati/media/media_files/2026/02/26/holi-2026-organic-yellow-colors-2026-02-26-11-59-21.jpg)
પીળો રંગ
હોળી માટે પીળો રંગ બનાવવા માટે હળદરનો ઉપયોગ કરવો જોઇએ. ચોખાનો લોટ, મેંદો અથવા ચણાના લોટની અંદર હળદરવાળું પાણી મિક્સ કરો. પછી લોટને સારી રીતે મિક્સ કરો અને તડકામાં સુકવી દો. આ લોટને ઝીણી ચારણી વડે ચાણી લો. ભારતમાં પ્રાચીન સમયથી ત્વચાની સુંદરતા વધારવા માટે ચણાનો લોટમાં હળદર મિક્સ કરીને ચહેરા અન શરીર પર લગાડવાની પરંપરા છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/26/holi-2026-organic-red-colors-2026-02-26-11-59-21.jpg)
લાલ રંગ
બીટનો રસ અથવા જાસુદના ફુલનો પાઉડર ચોખાના લોટ અથવા મેંદામાં ઉમેરો, પછી થોડુંક પાણી ઉમેરો જેથી લોટનો રંગ લાલ થઇ જાય. પછી તેને તડકામાં સારી રીતે સુકાવી લો. આ લોટને ઝીણા કાણા વાળી ચારણી વડે ચાળી લો.
/indian-express-gujarati/media/media_files/2026/02/26/holi-2026-organic-green-colors-2026-02-26-11-59-21.jpg)
લીલો રંગ
હોળી માટે કેમિકલ ફ્રી લીલો રંગ બનાવવા માટે તમે પાલકના રસનો ઉપયોગ કરી શકાય છે. ચોખાના લોટ કે મેંદામાં પાલકની ભાજીનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરો. કુદરતી ચીજો માંથી બનેલા રંગથી ત્વચા પર કોઇ આડઅસર થવાની ચિંતા રહેતી નથી.
/indian-express-gujarati/media/media_files/2026/02/26/holi-2026-organic-orange-color-2026-02-26-11-59-21.jpg)
કેસરી રંગ
કેસરી રંગ માટે ગલગોટાના ફુલ કે કેસૂડાના ફુલનો ઉપયોગ કરી શકાય છે. ગલગોટા કે કેસૂડાના ફુલ એક વાસણમાં પાણી નાંખી ઉકાળો. તેનાથી પાણીનો રંગ કેસરી થઇ જશે. હવે આ કેસરી પાણી ચોખાના લોટ કે મેંદામાં રેડી સારી રીતે મિક્સ કરો. પછી લોટને તડકામાં સુકવી દો.
/indian-express-gujarati/media/media_files/2026/02/26/holi-2026-organic-blue-color-2026-02-26-11-59-21.jpg)
વાદળી રંગ
વાદળી રંગના અપરાજિતાના ફૂલોને સૂકવીને પીસી લો અને તેનો પાવડર બનાવો. વાદળી રંગ માટે બ્લુબેરીનો રસ અથવા ગળીના છોડના પાનનો ઉપયોગ કરી શકાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/26/holi-skin-and-hair-care-tips-2026-02-26-12-03-52.jpg)
હોળી ધુળેટી રમતા પહેલા અને પછી કરો આ 8 કામ, ત્વચા અને વાળ રહેશે સલામત
હોળી ધુળેટી પર કલર વડે રમતી વખતે ત્વચા અને વાળની સંભાળ રાખવી જરૂરી છે. અહીં હોળી રમતા પહેલા અને પછી ધ્યાનમાં રાખવાની 8 ટીપ્સ આપી છે, જે તમારી સ્કીન અને હેરને નુકસાનથી અટકાવશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us