/indian-express-gujarati/media/media_files/2026/03/02/mahindra-xev-9e-cineluxe-edition-launch-2026-03-02-15-28-36.jpg)
Mahindra XEV 9e Cineluxe Edition Launch: મહિન્દ્રા એક્સઇવી 9ઇ સિનેલક્સ એડિશન ઇલેક્ટ્રિક કાર લોન્ચ થઇ છે. Photograph: (Mahindra Mahindra)
/indian-express-gujarati/media/media_files/2026/03/02/mahindra-xev-9e-cineluxe-edition-features-2026-03-02-15-28-37.jpg)
મહિન્દ્રા XEV 9e Cineluxe એડિશન લોન્ચ
મહિન્દ્રા મહિન્દ્રા કંપનીએ નવી ઇલેક્ટ્રિક કાર મહિન્દ્રા XEV 9e સિનેલક્સ એડિશન લોન્ચ કરી છે. Mahindra XEV 9e Cineluxe Edition કાર ટોપ ઓફ ધ લાઇન પેક થ્રી વેરિયન્ટ પર આધારિત છે. તેમા 79 kWhની બેટરી છે અને કંપનીએ દાવો કર્યો છે કે, એક વખત ફુલ ચાર્જ કરવા પર 500 કિમીથી વધુ દોડે છે. આ કાર હવે 2 નવા પ્રીમિયમ કલરમાં ઉપલબ્ધ છે. ચાલો જાણીયે મહિન્દ્રાની સૌથી હાઇ ટેક ઇલેક્ટ્રિક એસયુવી કારની કિંમત, બેટરી માઇલેજ, ફીચર્સ અને ખાસિયતો વિશે વિગતવાર
/indian-express-gujarati/media/media_files/2026/03/02/mahindra-xev-9e-cineluxe-edition-interior-2026-03-02-15-28-37.jpg)
Mahindra XEV 9e Cineluxe Edition ફીચર્સ
મહિન્દ્રા એક્સઇવી 9ઇ સિનેલક્સ એડિશન કારના ફ્રન્ટ ગ્લાસ પર વિઝન X AR હેડ્સ અપ ડિસ્પ્લે, આઈડેન્ટિટી ડ્રાઇવર અને ઓક્યૂપેન્ટ મોનિટરિંગ હેન્ડ્સફ્રી પાર્ક, સિક્યોર 360 સાથે ઘણું બધું આવે છે. તેમા કેમ્પ, કીપ અને પોપાલ HVAC મોડ, કસ્ટમ ડ્રાઇવ મોડ, ડિજિટલ કી, સિક્યોર 350 પ્રો અને પર્સનલ યુઝેડ પ્રોફાઇલ જેવી ઘણા ટેકનિકલ ફીચર્સ ઉપલબ્ધ છે.
/indian-express-gujarati/media/media_files/2026/03/02/mahindra-xev-9e-cineluxe-edition-battery-range-2026-03-02-15-28-36.jpg)
Mahindra XEV 9e Cineluxe Edition ઇન્ટિરિયર
મહિન્દ્રાની નવી ઇલેક્ટ્રિક કારની અંદરની સીટ અને ઇન્ટિરિયર ચેસ્ટનટ બ્રાઉન અને કાળા રંગના મુલાયમ લેધર જેવું ફીનિશિંગ આપવામાં આવ્યું છે. આ કાર એવી ડિઝાઇન કરવામાં આવી છે કે, તેમા બેસનાર વ્યક્તિને કોઇ લક્ઝરી હોટેલના પ્રાઇવેટ લોન્જ જેવી શાંતિ અને આરામનો અનુભવ થાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/03/02/mahindra-xev-9e-cineluxe-edition-tech-features-2026-03-02-15-28-36.jpg)
Mahindra XEV 9e Cineluxe Edition કિંમત
મહિન્દ્રા XEV 9e સિનેલક્સ એડિશનની કિંમત 29.35 લાખ રૂપિયા (એક્સ શો રૂમ ) છે. આટલી ઉંચી કિંમત દર્શાવે છે કે, આ એક લક્ઝરી ઇલેક્ટ્રિક કાર છે અને મહિન્દ્રા મહિન્દ્રાની સૌથી શાનદાર કાર પૈકીની એક છે. Mahindra XEV 9e Cineluxe Edition મહિન્દ્રા કંપનીની સૌથી હાઇ ટેક ઇલેક્ટ્રિક એસયુવી કાર છે.
/indian-express-gujarati/media/media_files/2026/03/02/mahindra-xev-9e-cineluxe-edition-price-2026-03-02-15-28-36.jpg)
Mahindra XEV 9e Cineluxe Edition 3 મોટી ડિસ્પ્લે
મહિન્દ્રા XEV 9e સિનલેક્સ એડિશન ઇલેક્ટ્રિક કારનું બુકિંગ 2 માર્ચથી શરૂ થઇ ગયું છે. બુકિંગ કરાયાના 8 દિવસમાં આ કારની ડિલિવરી થશે. ફિલ્મ જેવો અનુભવ મળી રહે તેી માટે કારની અંદર 3 મોટી સ્ક્રીન આપી છે અને ગીત સાંભળવા માટે 16 સ્પીકર્સ વાળું હરમન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ આપી છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us