/indian-express-gujarati/media/media_files/2026/01/07/mahindra-xuv-3xo-ev-launch-2026-01-07-13-17-53.jpg)
2026 Mahindra XUV 3XO EV : મહિન્દ્રા એક્સયુવી 3XO ઇવી લોન્ચ થઇ છે.. Photograph: (Mahindra)
/indian-express-gujarati/media/media_files/2026/01/07/mahindra-xuv-3xo-features-2026-01-07-13-18-06.jpg)
Mahindra XUV 3XO : સૌથી સસ્તી મહિન્દ્રા ઇવી કાર
મહિન્દ્રા મહિન્દ્રા કંપનીએ પોતાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક એસયુવી કાર મહિન્દ્રા એક્સયુવી 3XO ભારતમાં લોન્ચ કરી છે. આ મહિન્દ્રા ઇવી સિંગલ ચાર્જિંગમાં 285 કિમીની રેન્જ આપે છે. E નવી મહિન્દ્રા XUV 3XO EV બે વેરિયન્ટ AX5 અને AX7L માં ઉપલબ્ધ છે. આ મહિન્દ્રા ઇવી એસયુવીની ડિલિવરી 23 ફેબ્રુઆરી, 2026થી શરૂ થશે. મહિન્દ્રા XUV 3XO ઇવી શહેરી વિસ્તારમાં દરરોજ અવરજવર માટે એક સારી ઇલેક્ટ્રિક વ્હીકલ શોધનાર લોકો માટે ઉત્તમ વિકલ્પ છે. ચાલો જાણીયે Mahindra XUV 3XOની કિંમત, બેટરી રેન્જ અને સેફ્ટી ફીચર્સ વિશે વિગતવાર
/indian-express-gujarati/media/media_files/2026/01/07/mahindra-xuv-3xo-battery-range-2026-01-07-13-18-06.jpg)
Mahindra XUV 3XO સિંગલ ચાર્જમાં 285 કિમી રેન્જ
મહિન્દ્રા XUV 3XO ઇવીના પાવરટ્રેન વિશે વાત કરીયે તો તેમા 39.4 kWh ની બેટરી આપી છે, જે લગભગ 285 કિમી રેન્જ આપતી હોવાનો કંપનીએ દાવો કર્યો છે. આ EV 110 kW પાવર અને 310 Nm ટોર્ક જનરેટ કરે છે. માત્ર 8.3 સેકન્ડમાં 0 થી 100 કિમી/ પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. નોંધનિય છે કે, આ મહિન્દ્રા ઇવી 50 kW DC ફાસ્ટ ચાર્જર થી બેટરી 0 થી 80 ટકા માત્ર 50 મિનિટમાં ચાર્જ થઇ જાય છે. મહિન્દ્રા XUV 3XO EV ને એ જ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે, જેના પર પેટ્રોલ અને ડીઝલ એસયુવી બની છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/mahindra-xuv-3xo-interior-2026-01-07-13-18-06.jpg)
Mahindra XUV 3XO ફીચર્સ
ફીચર્સની વાત કરીયે તો મહિન્દ્રા XUV 3XO ઇવી સંપૂર્ણ ફીચર્સ લોડેડ છે. ટોપ વેરિયન્ટ AX7L માં લેવલ 2 ADAS મળે છે, જેમા લેન ટીપ આસિસ્ટ, ફોરવર્ડ કોલિજન વોર્નિંગ, ઓટો ઇમરજન્સી બ્રેકિંગ અને અડેપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ જેવા ફીચર્સ સામેલ છે. આ ઇલેક્ટ્રિક કારમાં 6 એરબેગ સ્ટાન્ડર્ડ, ESP, TPMS અને 360 ડિગ્રી કેમેરા આવે છે. ઉપરાંત ડ્યુઅલ 10.25 ઇંચ સ્ક્રીન, વાયરલેસ Android Auto Apple CarPlay, Alexa બિલ્ટ ઇન અને Harman Kardon ઓડિયો સિસ્ટમ જેવા પ્રીમિયમ ફીચર્સ ચાલકને ઓટો ટેકનોલોજીનો અદભુત અનુભવ આપે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/mahindra-xuv-3xo-price-2026-01-07-13-18-06.jpg)
Mahindra XUV 3XO કિંમત અને વેરિયન્ટ
કિંમતની વાત કરીયે તો મહિન્દ્રા XUV 3XO ઇવીના AX5 વેરિયન્ટની કિંમત 13.89 લાખ અને AX7L વેરિયન્ટની 14.96 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. ગ્રાહક ઇચ્છે તો 7.2 kW નો હોમ ચાર્જ 50,000 રૂપિયા વધારે આપીને ખરીદી શકે છે. મહિન્દ્રા XUV 3XO ઇવી કારની ભારતીય બજારમાં સ્પર્ધા ટાટા નેક્સન ઇવી અને ટાટા પંચ ઇવી સાથે છે. મહિન્દ્રા એ પોતાની લાઇનઅપમાં તેને XUV400 EV થી નીચે પોઝિશન આપ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us