/indian-express-gujarati/media/media_files/2026/01/06/mahindra-xuv-7xo-launch-2026-01-06-12-42-22.jpg)
Mahindra XUV 7XO Launch: મહિન્દ્રા એક્સયુવી 7XO લોન્ચ થઇ છે. Photograph: (Mahindra Mahindra)
/indian-express-gujarati/media/media_files/2026/01/06/mahindra-xuv-7xo-launch-price-2026-01-06-12-42-53.jpg)
Mahindra XUV 7XO Launch : મહિન્દ્ર એક્સયુવી 7XO લોન્ચ
મહિન્દ્ર એક્સયુવી 7XO ભારતમાં લોન્ચ થઇ છે. નવી એસયુવી Mahindra XUV 7XO પહેલા કરતા વધુ પ્રીમિયમ ડિઝાઇન, અપડેટેડ કેબિન અને ઘણા નવા ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે. મહિન્દ્ર એક્સયુવી 7XOનું બુકિંગ 14 જાન્યુઆરી, 2026થી શરૂ થશે.
/indian-express-gujarati/media/media_files/2026/01/06/mahindra-xuv-7xo-interior-features-2026-01-06-12-43-15.jpg)
Mahindra XUV 7XO ડિઝાઇન
ડિઝાઇનની વાત કરીયે તો, 2026 મહિન્દ્ર એક્સયુવી 7XOમાં નવા ફ્રન્ટ ગ્રિલ, પ્રોજેક્ટર સેટઅપ સાથે નવા હેડલેમ્પ્સ, નવી ડિઝાઇનના ફ્રન્ટ અને રિયર બમ્પર્સ અને XEV 9S થી લીધેલા નવા એલઇડી ટેલલેમ્પ્સ આપવામાં આવ્યા છે. ઉપરાંત એસયુવીને નવા 19 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ અને ઘણા નવા એક્સટીરિયર કલર ઓપ્શન્સ સાથે રજૂ કરવામાં આવી છે, જે પહેલા કરતા વધુ આકર્ષક લુક આપે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/06/mahindra-xuv-7xo-interior-2026-01-06-12-43-49.jpg)
Mahindra XUV 7XO ફીચર્સ
મહિન્દ્ર એક્સયુવી 7XO સંપૂર્ણપણે લોડેડ AX7L વેરિયન્ટમાં નવી લુમિના અને ચેસ્ટનટ બ્રાઉન ઇન્ટિરિયર થીમ આપવામાં આવી છે. તેમા નવા ટૂ સ્પોક સ્ટીયરિંગ વીલ, 12.3 ઇંચના 3 સ્ક્રીન સેટઅપ, વૈકલ્પિક રિયર સીટ સ્ક્રીન, હાર્મન કાર્ડન મ્યુઝિક સિસ્ટમ સાથે ડોલ્બી એટમોસ, ફ્રન્ટ પેસેન્જર સીટ માટે ઇલેક્ટ્રિક બોસ મોડ અને રિયર સન બ્લાઇન્ડ્સ જેવા પ્રીમિયમ ફીચર્સ આવે છે. ઉપરાંત પેનોરોમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, એડ્રેનોક્સ કનેક્ટેડ કાર ટેકનોલોજી અને Level 2 ADAS સાથે 540 ડિગ્રી કેમેરા પણ સામેલ છે. Mahindra XUV 7XOમાં 7 એરબેગ આવે છે, જેમાં કર્ટેન એરબેગ્સ ત્રીજી હરોળ સુધી લંબાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/06/mahindra-xuv-7xo-design-updates-2026-01-06-12-44-19.jpg)
Mahindra XUV 7XO એન્જિન
એન્જિનની વાત કરીયે તો મહિન્દ્ર એક્સયુવી 7XO માં તે વિશ્વાસપાત્ર એન્જિન આવે છે, તેમા 2.0 લીટર એમસ્ટેલિયન ટર્બો પેટ્રોલ એન્જિન (197bhp, 380Nm) અને 2.2 લીટર એમહોક ડીઝલ એન્જિન (182bhp, 450Nm) મળે છે. બંને એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/06/mahindra-xuv-7xo-launch-features-2026-01-06-12-44-39.jpg)
Mahindra XUV 7XO એસયુવી 6 વેરિયન્ટમાં ઉપલબ્ધ
મહિન્દ્ર એક્સયુવી 7XO નવા 6 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેમા AX, AX3, AX5, AX7, AX7T અને AX7L સામેલ છે. જે ચાર એન્જિન ઓપ્શનમાં આવે છે. ઉપરાંત તેને Bharat NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યા છે.મહિન્દ્ર એક્સયુવી 7XOની ભારતીય બજારમાં સ્પર્ધા ટાટા સફારી, ટોયોટા ઇનોવા હાયક્રોસ, એમજી હેક્ટર પ્લસ અને મારૂતિ સુઝુકી ઇનવિક્ટો જેવી એસયુવી સાથે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/06/mahindra-xuv-7xo-airbag-2026-01-06-12-45-22.jpg)
Mahindra XUV 7XO Price : મહિન્દ્ર એક્સયુવી 7XO કિંમત
મહિન્દ્ર એક્સયુવી 7XO ના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 13.66 લાખ રૂપિયા એક્સ શોરૂમથી શરૂ થાય છે. તો ડીઝલ વેરિયન્ટની આરંભિક કિંમત 14.96 લાખ રૂપિયા એક્સ શોરૂમ રાખવામાં આવી છે. આ કિંમત પ્રથમ 40 હજાર ગ્રાહકો માટે ઇન્ટ્રોડક્ટરી એક્સ શોરૂમ છે. અપડેટ સાથે નવી મહિન્દ્ર એસયુવીમાં એક્સટીરિયર ડિઝાઇનમાં ફેરફાર અને કેબિનમાં વધુ આરામદાયક ફીચર્સ અને ડ્રાઇવ ક્વોલિટી સુધારવા માટે સસ્પેન્શનને ટ્યૂન કરવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us